રાજકોટ
News of Monday, 12th April 2021

કેન્‍દ્ર સરકાર મઝદુર યુનિયનની આ માંગ સ્‍વીકારે તો ઇ.પી.એફ. ફાળાનો નિયમ સુધરેઃ હસુભાઇ દવે

રાજકોટ તા. ૧રઃ જો શ્રમ મંત્રાલય ભારતીય મઝદુર સંઘની માંગણી સ્‍વીકારે તો કર્મચારી ભવિષ્‍યનીધી ફંડ સંસ્‍થા (ઇ.પી.એફ.) પાસબુક ફાળા નિયમ સુધારો કરવો પડશે. ઇ.પી.એફ.ઓ અથવા કર્મચારી ભવિષ્‍યનીધી ફંડ સંસ્‍થાએ તેમના નિયમો સુધારવા પડશે. તેમ ભારતીય મઝદુર સંઘના પૂર્વ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ હસુભાઇ દવેએ જણાવ્‍યું છે. જો શ્રમ મંત્રાલય ભારતીય મઝદુર સંઘની માંગણી સ્‍વીકારશે તો મઝદુર સંગઠનની તાજેતરની શ્રમ મંત્રાલય સાથેની મીટીંગમાં અને ઔદ્યોગીક પ્રતિનીધિઓ સાથેની મીટીંગમાં ઇ.પી.એફ. ફાળાની લઘુતમ મુળ પગારની મર્યાદા રૂા. ૧પ૦૦૦/ થી ર૧૦૦૦/- કરવાની માંગણી કરેલ હતી.

ભારતીય મઝદુર સંઘ દ્વારા શ્રમ મંત્રાલય અને ઔદ્યોગિક પ્રતિનિધિઓ સાથેની સંયુકત મીટીંગમાં માંગણી ઉઠાવી હતી. મઝદુર સંગઠને કહ્યું હતું કે માસીક પી.એફ. અથવા ઇ.પી.એફ. ફાળાનો ઇ.પી.એફ.ઓ સભ્‍યો માટેનો નિયમ સુધારવાની જરૂર છે અને લઘુતમ માસીક પગાર ઇ.પી.એફ. લાભાર્થીઓ માટે રૂ. ૧પ૦૦૦/- થી વધારીને રૂા. ર૧૦૦૦/- કરવી જોઇએ. તેમ અંતમાં હસુભાઇ દવે (મો. ૯૯૭૮૪ ૪પ૭ર૦) ની યાદીમાં જણાવાયું છે.

(4:45 pm IST)