રાજકોટ
News of Monday, 12th April 2021

શહેરમાં ટેસ્‍ટીંગ બુથની સંખ્‍યા વધારો

પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલા અને પુર્વ કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયા દ્વારા વિવિધ પ્રશ્‍ને મ્‍યુ. કમિશ્‍નરને રજુઆત

રાજકોટ તા. ૧રઃ મ.ન.પા. દ્વારા ઉભા કરાયેલ કોરોના ટ્રેસ્‍ટીંગ બુથો પર મોટા ડોમની વ્‍યવસ્‍થા કરવા તેમજ ટેસ્‍ટીંગ બુથની સંખ્‍યા અને સ્‍ટાફ વધારવા પુર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલા તથા પુર્વ કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયા દ્વારા મ્‍યુ. કમિશ્‍નરને રજુઆત કરવામાં આવી હતી. મનપા દ્વારા જુદી જુદી જાહેર જગ્‍યાઓ ઉપર કોરોના ટેસ્‍ટીંગ માટે આ અંગે મ્‍યુ. કમિશ્‍નરને પાઠવેલ પત્રમાં ગાયત્રીબા અને મનસુખભાઇએ જણાવ્‍યું હતું બુથ ઉભા કરવામાં આવેલ છ.ે જયાં લોકોની લાંબી લાઇનો જોવા મળે છે. આ લોકો પૈકી કોણ પોઝીટીવ છે એ તો ટેસ્‍ટીંગ બાદ જ જાણી શકાય છે. પરંતુ તે પહેલા નાના ડોમ અને ઉનાળાના તાપને કારણે લોકો સોશિયલ ડીસ્‍ટીંગ જાળવી શકતા નથી. જેથી લાઇનમાં ઉભેલા પૈકીના પોઝીટીવ દર્દીઓ બાકીનાઓ માટે પણ જોખમી બનવાની શકયતાઓ વધી જાય છે.

વધુમાં ગાયત્રીબા તથા મનસુખભાઇએ જણાવ્‍યું હતું કે, દરેક બુથો ઉપર વિશાળ જગ્‍યા ધરાવતા મોટા ડોમ તેમજ શહેરમાં ટેસ્‍ટીંગ બુથની જરૂરીયાતને ધ્‍યાને લઇ ટેસ્‍ટીંગ બુથ માટેના ડોમની સંખ્‍યા અને ટેસ્‍ટીંગ માટેના સ્‍ટાફ વધારવા તાત્‍કાલીક ધોરણે યોગ્‍ય કરવા માંગ કરી છે.

(4:29 pm IST)