રાજકોટ
News of Monday, 12th April 2021

કોંગ્રેસના ૧ ઉમેદવારે ફોર્મ ઉપાડયું હતું પરંતુ હાર નિશ્ચિત હોઇ ભર્યું નહી

રાજકોટ : શિક્ષણ સમિતિની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસના એકેય ઉમેદવારે ફોર્મ ભર્યું નહતું. ચૂંટણી અધિકારી મેયર પ્રદિપ ડવના કાર્યાલયમાંથી જાણવા મળ્યું હતું કે, ચૂંટણી માટે કોંગ્રેસના ૧ ઉમેદવારે ફોર્મ ઉપાડયું હતું પરંતુ મ.ન.પા.ના જનરલ બોર્ડમાં કોંગ્રેસ પાસે આ ચૂંટણી જીતવા માટે પુરતું સંખ્યાબળ નહી હોવાથી હાર નિશ્ચિત હોઇ તેઓએ ફોર્મ ભર્યું નહતું.

(4:15 pm IST)