રાજકોટ
News of Monday, 12th April 2021

કોરોનામાંથી બહાર આવવા માટે આટલું ચોક્કસ કરો

.    કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે એટલે ગભરાટમાં આવી જવું નહીં. પોઝિટિવ વિચારો અને જલદી સાજા થઇ જશું તેવું વિચારવું

.    SPO2 /ઓકિસજન લેવલ જાળવી રાખવા માટે આટલું અચૂક કરો. કપૂરની એક ગોળી લેવી, એક ચમચી રાઈ લેવી, મીઠું અડધી ચમચી લેવું. અજમો અડધી ચમચી લેવી, તેની પોટલી બનાવીને સૂંઘયા કરો.

.    રાઈ અને મીઠાનો નાસ લેવો. આ બંને ચીજો, રાઈ અને મીઠાને, ગરમ પાણીમાં નાખીને દિવસમાં તેની વરાળનો નાસ લેવો. રાઈ અને મીઠાનો નાસ કયારેય ગરમ પડતો નથી. એની કોઈ તીવ્ર અસર નાસિકા રંધ્રો ઉપર થતી નથી, તેથી ચિંતા કરવી નહીં.

.    કોરોનામાં ફેફસામાં ચેપ વધુ પ્રમાણમાં લાગે છે. જેથી સરસીયુ તેલ અને અજમો + મીઠું + કપૂર નાખી, તેલ પકાવી, છાતીમાં નીચેથી ઉપર તરફ અને વાંસામાં માલિશ કરીને શેક કરવો. ખૂબ ફાયદો થાય છે.

.    હળદર અને મીઠું નાખી, દિવસમાં ત્રણથી ચાર વાર કોગળા કરો.

.    ગળામાં ખરાશ કે કફ હોય તેવું લાગે તો એક ચમચી આદુના રસમાં ચપટી હળદર અને પાંચથી સાત ટીપા મધ નાખીને પી જવું, તેની ઉપર થોડી વાર કશું બીજું પીવું નહીં. અથવા આ ન ફાવે તો હળદર અને મધ મિકસ કરી ચાટવું.

.    પૂષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવું. જેમ કે લીંબુ સરબત, મોસંબીનો જયૂસ, નાળિયેર પાણી, દાડમનો રસ વગેરે લઈ શકાય.

.    કોરોના થવાના સમયે અગ્નિ મંદ હોય છે. તેથી હળવો અને સુપાચ્ય ખોરાક લેવો. જેથી પેટ ભારે ન થાય અને ખોરાક પચે.

.    આખો દિવસ ગરમ પાણી પીવું.

ડો. જયેશ પરમાર

વિભાગીય નાયબ નિયામક

(આયુષ) અને ગવર્નમેન્ટ

આયુર્વેદ હોસ્પિટલ, રાજકોટ.

(મો.૯૯૭૮૯૮૫૯૮૫/

૯૪૨૬૨૦૭૫૪૩)

(3:17 pm IST)