રાજકોટ
News of Friday, 12th April 2019

કાલથી પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓના ત્રણ દિવસ પોસ્ટલ બેલેટના મતદાન કાર્યક્રમ

13મીએ તાલીમ ભવન,14મીએ મવડી પોલીસ હેડક્વાર્ટર અને ઘંટેશ્વરમાં 15મીએ સવારે 10 થી સાંજે 5 સુધી મતદાન

રાજકોટ :કાલથી પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓના ત્રણ દિવસ પોસ્ટલ બેલેટના મતદાનનો કાર્યક્રમ જાહેર થયો છે જે મુજબ 13મીએ તાલીમ ભવન,પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સવારે 10 થીસાંજે 5 દરમિયાન રાજકોટ શહેર પોલીસ કમિશ્નર કચેરી,રાજકોટ હેડ ક્વાર્ટરનો સ્ટાફ,તથા રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ અને જિલ્લા હોમગાર્ડ કચેરીના તમામ હોમગાર્ડ મતદાન કરશે

  તા,14મીએ સવારે 10 થી સાંજે 5 દરમિયાન પોલીસ હેડ ક્વાર્ટર રાજકોટ ગ્રામ્ય મવડી ખાતે રાજકોટ ગ્રામ્યનો 1-- રાજકોટ સંસદીય મતવિસ્તાર ( 68થી 72 વિધાનસભા મતવિસ્તાર )માં સમાવિષ્ટ તમામ પોલીસ સ્ટાફ તથા પોલીસ અધિક્ષક કચેરી,રાજકોટ ગ્રામ્યનો સ્ટાફ મતદાન કરશે

જયારે તા,15મીએ સવારે 10 થી સાંજે 5 સુધી એસ,આર,પી,કેમ્પ,ગ્રુપ ન,13 ઘંટેશ્વરમાં એસ,આર,પી, ગ્રુપ ન, 13 ખાતે ફરજ બજાવતા તમામ એસ,આર,પી, નો સ્ટાફ મતદાન કરશે 

(8:22 pm IST)