રાજકોટ
News of Friday, 12th April 2019

રણછોડદાસજીબાપુના આશ્રમે રવિવારે રામનવમી ઉત્સવ

સવારે રામચરિત માનસ પાઠ અને લઘુરામ યજ્ઞઃ સંત ભંડારો અને ભાવિકો માટે ફરાળી પ્રસાદઃ વિનામુલ્યે સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞનું પણ આયોજન

રાજકોટ તા. ૧ર :.. પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમે સદ્ગુરૂ સદન ટ્રસ્ટ દ્વારા રામનવમી મહોત્સવ તા. ૧૪ ઉજવવામાં આવનાર છે. રામચરિત માનસજીનાં પાઠનું પુજન સવારે ૭ થી ૮ કરવામાં આવશે, આ પુજન તથા આરતી યશવંતભાઇ જસાણી પરિવાર દ્વારા કરવામાં આવશે.

રામરાજયાભિષેક પ્રસંગનું પૂજન તથા આરતી પ્રફુલ્લાબેન પ્રવિણભાઇ વસાણી પરિવાર દ્વારા કરવામાં આવશે.

રામચરિતમાનસજીનાં પાઠની પુર્ણાહૂતિ આરતી શ્રી મીનાક્ષીબેન કમલભાઇ ધામી દ્વારા કરવામાં આવશે.

શ્રી રામનવમી મહોત્સવ બપોરે ૧ર કલાકે નિજ મંદિર હોલમાં ધામધુમ પૂર્વક ઉજવવામાં આવશે. આ શ્રી રામજન્મોત્સવનું પૂજન જીતુભાઇ ચતવાણી પરિવાર દ્વારા કરવામાં આવશે, અ પ્રસંગમાં દરેક ધર્મપ્રેમી ભાઇ-બહેનોને ઉપસ્થિત રહેવા ભાવભર્યું હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.

ભારતભરતમાંથી પધારેલ સંત ભગવાનને ફરાળરૂપી ભંડારો  જેમાં કેરીનો રસ, રાજગરાની પુરી, સુકીભાજી રૂપી ફરાળરૂપી શ્રી સદ્ગુરૂ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે., આ સંત ભગવાનનાં ભંડારામાં શ્રી ક્રિષ્નાબેન ઝવેરી પરિવાર અમદાવાદ સહભાગી થયેલ છે.

સાધુ-સંત ભગવાન, બ્રહ્મદેવ, તથા ગુરૂભાઇ - બહેનો દ્વારા શ્રીરામનામનાં ૯,૦૦,૦૦૦ (નવ લાખ) મંત્રનું ભવ્ય આયોજન શ્રી નીજ મંદિર હોલમાં બપોરે ૩ થી ૭.૩૦ વાગ્યા સુધી, નીજ મંદિર હોલમાં રાખેલ છે.

શ્રી રામનવમી મહોત્સ્વનો ફરાળરૂપી કે જેમાં કેરીનો રસ, ફરાળી પુરી, સુકીભાજી વિગેરે શ્રી સદ્્ગુરૂ મહાપ્રસાદ સહ પરિવાર  ગ્રહણ કરવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

સદ્ગુરૂ મહાપ્રસાદનું સ્થળ :- રણછોડદાસજીબાપુ, ચેરીટેબલ હોસ્પિટલ ગ્રાઉન્ડ નં. ર, શ્રી સિધ્ધી વિનાયક પાર્ક, નાગબાઇ પાનવાળી શેરી (ભાગવત સપ્તાહ વાળુ ગ્રાઉન્ડ) સમય બપોરે ૧ર થી ર.૩૦.

લઘુરામ યજ્ઞ રવિવારે સવારે ૮ કલાકે દેહ શુધ્ધી ૮.૩૦ કલાકે સ્થાપન પૂજન, બીડુ હોમવાનો સમય - બપોરે ૧ર.૩૦ કલાકે.

રામનવમી મહોત્સવ નિમિતે તા. ૧૪ ના રવિવારે વિનામુલ્યે સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા આયોજન કરેલ છે.

નેત્રયજ્ઞમાં સ્વ. ગોરધનભાઇ પ્રેમજીભાઇ કારેલીયા, સ્વ. તારાબેન ગોરધનભઇ કારેલીયાનાં સ્મણાર્થે બોમ્બે આર્યન વાળા-રાજકોટ, હસ્તે હરેશભાઇ કારેલીયા રાજકોટનાં સયુકત ઉપક્રમે આ વિનામુલ્યે શ્રી સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે, વધારેમાં વધારે દર્દીઓએ આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયેલ છે.

(4:21 pm IST)