રાજકોટ
News of Friday, 12th April 2019

આજી નદીના કાંઠે સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડોઃ દેશી દારૂની ભઠ્ઠી પકડાઇ

કુમાર સોલંકીની ધરપકડઃ ૧૦ હજારનો મુદ્દામાલ કબજે

રાજકોટ તા. ૧ર : આજી નદીના કાંઠે હુન્ડાઇ શોરૂમ પાછળ બાવળની જાળીમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી દેશીદારૂની ભઠ્ઠી ચલાવતા દેવીપુજક શખ્સને ઝડપી લીધો છે.

મળતી વિગત મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલના કોન્સ. રાણાભાઇ કુંગશીયા સહિતે બાતમીના આધારે આજી નદીના કાંઠે દરોડો પાડી બાવળની જાળીમાં દેશીદારૂની ભઠ્ઠી ચલાવતો કુમાર વિનોદભાઇ સોલંકી (ઉ.ર૪) (રહે. ચુનારાવાડ શેરી નં.૧) ને પકડી લઇ રૂ. ર હજારનો દેશીદારૂ, રૂ.૮૭પ૦ ની કિંમતનો ૪૩૭પ લીટર આથો મળી રૂ.૧૦,૭પ૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે સત્યમ પાર્ક પાછળ રહેતો ચમન ગાંડુ દેવીપુજક નાશી જતા તેની શોધખોળ આદરી છે.

કુબલીયાપરામાં દેશી દારૂની ભઠ્ઠી પકડાઇ

થોરાળા પોલીસ મથકના એએસઆઇ બી.જે. જાડેજા તથા આશીષભાઇ દવે સહિતે બાતમીના આધારે કુબલીયાપરા ચંદ્રીકા પાનવાળી શેરીમાં મકાનમાં દરોડો પાડી રૂ. ૩ હજારની કિંમતનો દેશી દારૂ, રૂ. ર૪૦૦ નો ઠંડો આથો તથા ભઠ્ઠીના સાધનો મળી રૂ.પ૬૮૦ નો મુદ્દામાલ કબજે કર્યોહતો જયારે મકાન માલીક વિજય રાજેશભાઇ પરમાર નાશી જતા તેની શોધખોળ આદરી છ.ે(૬.૨૦)

(4:13 pm IST)