રાજકોટ
News of Friday, 12th April 2019

હત્યાની કોશિષના ગુનામાં પકડાયેલ વાહન ચાલકનો છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ૧રઃ હાફ મર્ડરના કેસમાં સ્ક્રોર્પીયો ચાલકનો નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ હતો.

આ કેસની હકીકત એવી છે કે, તા. ૮-૧-ર૦૧રના આ કામના ફરીયાદી રૂપેન્દ્રસિંહ કરણસિંહ જાડેજાએ એવી ફરીયાદ આપેલ કે આ કામના આરોપીએ પોતાની સ્ક્રોર્પીયો કારથી વાહન અકસ્માત કરી ભાગતા તેને આ કામના સાહેદ પો. કોન્સ્ટે. મુળરાજસિંહ એ રોકવા પ્રયત્ન કરતા મજકુર સાહેદ ઉપર આ કામના આરોપી દિનેશભાઇ શિવાભાઇ બાબરીયા, રહે. ઘંટેશ્વર, રાજકોટ વાળાએ સ્ક્રોર્પીયો કાર સાહેદ ઉપર કાર નાંખી કચડી નાંખવાનો પ્રયાસ કરી ભાગેલો ફરીયાદીએ ગાડીની ઓવરટેક કરતા આરોપીએ સ્ક્રોર્પીયો કારથી મોટર સાયકલને ટકકર મારી ફરીયાદીને નીચે પાડી દીધેલ જેથી ફરીયાદીને મુંઢ ઇજાઓ થયેલ અને ત્યારબાદ આરોપીએ સ્ક્રોર્પીયો કાર રિવર્સમાં લઇ ફરીયાદીને મારી નાંખવા તેના ઉપર સ્ક્રોર્પીયો કાર નાંખવા પ્રયાસ કરી ફરીયાદીને મારી નાખવાની કોશોશી કરેલ જેથી ફરીયાદીએ સ્વબચાવમાં સરકારી રિવોલ્વરથી ગાડીના જમણી બાજુના ટાયર પિર બે ફાયરીંગ કરતા તે ગુન્હા બાબતની આઇ.પી.સી. કલમ ૩૦૭, ૩૩ર, પ૦૬(ર), ૧૮૬ મુજબની ફરીયાદ આપેલી છે.

ત્યારબાદ ચાર્જશીટ તથા આરોપી કોર્ટમાં હાજર થતાં ગુન્હો કબુલ ન હોવાનું કહેતા કોર્ટ દ્વારા કેસ ચલાવવામાં આવતા આ કામના ફરીયાદી, પંચો તથા મહત્વના સાહેદોને તપાસવામાં આવેલા ત્યારબાદ બન્ને પક્ષકારોની દલીલો ધ્યાનમાં લેતા આ કામના આરોપીના વકિલ શૈલેષ એમ. ગોંડલીયા પોતાની દલીલમાં જણાવેલ કે, આવો કોઇ ગુન્હો આરોપીઓએ કરેલ નથી તેમજ ફરીયાદી પોલીસવાળા હોય અને તેની સતાનો દુરઉપયોગ કરી અને ભારે કલમો લગાવીને ફરીયાદ દાખલ કરેલ છે. પ્રોસીકયુશન આવો કોઇ બનાવ બનેલ હોય તેવું પુરાવામાં કોર્ટમાં લાવવા માટે અસમર્થ રહેલ હોય તેવી સંપુર્ણ પ્રકારની દલીલોને ધ્યાને લઇ રાજકોટના મહે. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ શ્રી એચ. એમ. પવારે આ કામના આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામે આરોપી વતી રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી શૈલેષ એમ. ગોંડલીયા રોકાયેલ હતા.

(4:00 pm IST)