રાજકોટ
News of Friday, 12th April 2019

ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિની ઓલ ઈન્ડિયા ક્રિકેટ ટૂર્નામેન્ટનું સમાપનઃ સુરતની વિશ્વકર્મા ઈલેવન ચેમ્પિયન

નરેન્દ્રભાઈ સોલંકીના હસ્તે ચેમ્પિયન ટીમ સહિતના ઈનામો અપાયા

રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ દ્વારા ઓલ ઈન્ડિયા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૧૯નું આયોજન કરવામાં આવેલ હતું. સંચાલન જ્ઞાતિ સમસ્તનાં પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ સોલંકીની અધ્યક્ષમતામાં સાંસ્કૃતિક અને રમત ગમત સમિતિ દ્વારા તથા સમાજનાં વડીલો અને આગેવાનોનાં માર્ગદર્શન હેઠળ યુવાનોની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

આ ક્રિકેટ ટૂર્નામેન્ટના મેન ઓફ ધ સીરીઝ તરીકે વિશ્વકર્મા ઈલેવન સુરતના ખેલાડી વિહાન ખોલીયાને જાહેર કરેલ હતો. ટુર્નામેન્ટના તમામ મેન ઓફ ધ મેચમાં ધર્મેશ રાઠોડ (મેશન લાયન), પરેશ ચોટલીયા (પ્રભા ઈલેવન), પારસભાઈ (શીવાય ઈલેવન), સંદિપભાઈ વાઢેર (મમતા ઈલેવન), ચિંતનભાઈ ખોલીયા (ધાર્મી ઈલેવન), રાજુ વરૂ (વિશ્વકર્મા ઈલેવન), નીતિનભાઈ (બોયઝોન ઈલેવન), જયદિપભાઈ (શ્યામ ઈલેવન), રાહુલભાઈ (હરીકૃષ્ણ ઈલેવન), અશોકભાઈ (એસ.આર.ઈલેવન), હાર્દિક સોલંકી (મેશન લાયન), સાગરભાઈ (મમતા ઈલેવન), વિશાલ (વિશ્વકર્મા ઈલેવન), તેજસભાઈ (ધાર્મીઈલેવન), નૈમિષ (ધાર્મી ઈલેવન), વિહાન ખોલીયા (વિશ્વકર્મા ઈલેવન)ને જાહેર કરાયા હતા.

બહારગામથી આવેલ દરેક ટીમો માટે વિના મૂલ્યે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. દરેક મેચનું લાઈવ સ્કોર અપડેટ મોબાઈલ એપલીકેશન દ્વારા કરવામાં આવ્યુ હતું. દરેક મેચના મેનઓફ ધ મેચ તથા ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમને પણ ટ્રોફી આપવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં સેમી ફાઈનલ મેચમાં ધાર્મી ઈલેવન રાજકોટ, મમતા ઈલેવન રાજકોટ, વિશ્વકર્મા ઈલેવન સુરત આવેલ હતી અને ફાઈનલ મેચમાં ધાર્મી ઈલેવન રાજકોટ અને વિશ્વકર્મા ઈલેવન સુરત વચ્ચે રમાયો હતો. જેમાં વિશ્વકર્મા ઈલેવન સુરત ચેમ્પીયન બની હતી.

આ ટુર્નામેન્ટની પૂર્ણાહુતી સમયે જ્ઞાતિ પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા દરેક ટીમોને તથા મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સીરીઝના ખેલાડીઓને ઈનામો આપવામાં આવ્યા હતા. આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન વિવિધ શહેરોમાં વસતા કડિયા સમાજના યુવાનો સંગઠીત બને અને તેમના વચ્ચે સંકલન વધે અને સમાજનું પાયાનું ઘડતર વધુને વધુ મજબુત બને તે માટે આવા વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું.

(3:59 pm IST)