રાજકોટ
News of Friday, 12th April 2019

મંગળવારે તા.ર૩મીએ ''રજા'' રાખવા કલેકટરનો તમામ સરકારી કચેરી-દૂકાનો-કારખાનેદારોને આદેશ

ચૂંટણી પંચના આદેશ બાદ સ્પે.જાહેરનામું: સંસ્થા-પેઢી-દૂકાન-કારખાનુ ખૂલ્લા હશે તો કડક કાર્યવાહીની ચેતવણી

રાજકોટ તા. ૧ર : અધિક મુખ્ય નિર્વાચન અધિકારીના આદેશ બાદ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૧૯ તથા ગુજરાત વિધાનસભાની ખાલી પડેલ ૪(ચાર) બેઠકો માટેની ચૂંટણીના કારણે જે તારીખ મતદાન થવાનું છે. તે તારીખ ર૩ના દિવસે ૧૮૮૧ ના વડાઉખત અધિનિયમ (૧૮૮૧ ના ર૬મા)ની કલમ રપના ખુલાસાને અનુસરીને ગુજરાત રાજયમાં જાહેર રજા તરીકે જાહેર કરેલ છે. જયા વટાઉખત અધિનિયમ-૧૮૮૧ ની જોગવાઇઓ લાગુપડતી ન હોય તેવી દૂકાનો અને સંસ્થાઓ માટે ૧૯૪૮ ના મુંબઇ દુકાનો અને સંસ્થા અધિનિયમ, તેમજ ૧૯૪૮ ના કારખાના અધિનિયમ હેઠળ જાહેર રજા રાખવાનું ઠરાવેલ છે. આથી રાજકોટ કલેકટરે એક જાહેરનામું બહાર પાડી તા.ર૩ ના રોજ મતદાનના દિવસે કર્મચારીઓ, કામદારો વિગેરેને મતદાન કરવામાં સુગમતા રહે તે માટે રાજકોટ જિલ્લામાં આવેલ રાજય સરકારની તમામ કચેરીઓ/અર્ધસરકારી કચેરીઓ, કેન્દ્ર સરકારની તમામ કચેરીઓ, શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ નીચે જે દૂકાનો, પેઢીઓ, સંસ્થાઓ આવતી હોય તે બધી દૂકાનો, સંસ્થાઓ તથા ફેકટરી એકટ નીચે આવતી ફેકટરી, કારખાનાઓ તેમજ તમામ બેન્કો, બોર્ડ ઓફિસો વિગેરેમાં જાહેર રજા રાખવા નેગોશીએબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટ ૧૮૮૧ ની કલમ ૧૩પ-બી(૧) ની જોગવાઇ મુજબ રોજમદાર/કેજયુઅલ કામદારો પણ મતદાનના દિવસે રજા અને વેતનના હક્કદાર રહેશે.

મતદાનના દિવસે કોઇ સંસ્થા, પેઢી, દુકાન, કારખાનું કે ફેકટરી ખુલ્લી હોવાનું માલુમ પડશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(3:56 pm IST)