રાજકોટ
News of Friday, 12th April 2019

આજે પણ કિશાનપરા-રામકૃષ્ણનગરના બંગલાઓમાં પાણી ચોરી કરનારા ૬ ઝડપાયા

પાણી ચોરીના કિસ્સામાં કડક પગલા લેવાશે જ : મ્યુ.કમિશનર

રાજકોટ તા. ૧૧ : શહેરમાં પાણી ચોરી ઝડપી લેવા કડક ચેકીંગ ઝૂંબેશ સતત ચાલુ રહેશે અને પાણીચોરીમાં ઝડપાનારાઓ સામે કડક પગલા પણ લેવાશે કોઇ કટીબધ્ધતા મ્યુ.કમિશનર બંછાનીધી પાણીએ વ્યકત  કરી હતી અને આજે પણ શહેરમાં પોશ વિસ્તારો રામકૃષ્ણનગર ત્થા કિશાનપરાના બંગલાઓમાંથી પાણી ચોરીના ૬ કિસ્સાઓ ઝડપી લીધાનું જણાવેલ.

  આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્ત્િ। અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેકશન અને ડાયરેકટ પમ્પીંગનાં કિસ્સાઓની તપાસ તથા પગલા ઉપરાંત પાણીનો બગાડ કરતા લોકો સામે પણ પગલાં લેવામાં આવી રહયા છે. જે અન્વયે મ્યુ. કોર્ર્પોરેશનના નં. ૦૭ની ટીમ દ્વારા વોર્ડ નં.૦૭ માં આવેલ કિશાનપરા તેમજ રામકૃષણ નગર વેસ્ટમાં હાથ ધરાયેલ ચેકિંગ દરમ્યાન ડાયરેકટ પમ્પીંગ કરતા ૬ મકાન માલિકો પાસેથી બબ્બે હજાર રૂપિયા લેખે કુલ મળીને રૂ.૧૨,૦૦૦/-નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.  તેમા  આસામીઓ સામે પગલા લેવામાં આવ્યા છે તેમાં ડાયરેકટ પમ્પિંગના કેસમાંઙ્ગ  હિરેનભાઈ રાજપરા, કિશાનપરા, આદમભાઈ પુંજાભાઈ, કિશાનપરા,  નશીમભાઈ – તસ્મીબેન, કિશાનપરા,  ઈબ્રાહીમભાઈ ખેરાણી, કિશાનપરા, જીવરાજભાઈ વાઢેર, રામકૃષણ નગર,  જીવરાજભાઈ વાઢેર, વેસ્ટ નો સમાવેશ થાય છે.

ઙ્ગઉપરોકત કામગીરી મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીના આદેશ અન્વયે વોર્ડ નં. ૦૭ની ટીમ લીડર કાશ્મીરાબેન વાઢેરના માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફિસર હેમાંન્દ્રીબા ઝાલા તેમજ ડે. ઈજનેર વસાવા, એ.ટી.પી. વસાવા, કેતન ગોંડલીયા, તેમજ ઉમરાણીયા ડ્રેનેજ તેમજ રમેશભાઈ તથા ગગજીભાઈ ફીટર દ્વારા આ કામગીરી કરવામાં આવેલ હતી. તેમ કોર્પોરેશનની યાદીમાં જણાવાયુ હતું.

(3:34 pm IST)