રાજકોટ
News of Monday, 12th March 2018

ગાયક કૌશીક મહેતાનું સન્માન

રાજકોટઃ શ્રી ઓંમ શિવમ યુવાગ્રુપ રાજકોટ દ્વારા આપણી ''ભાતીગળ લોકસંગીત'' ની સંસ્કૃતિ ટકાવી રાખવા ગાયક કલાકારો સર્વશ્રી કૌશિક મહેતા, પલ્લવી સોરઠીયા (પટેલ), શૈલેષ પીઠવા વિગેરેએ સાજીંદાઓની ટીમ સાથે કસુંબલ લોકડાયરો રજુ કરેલ અને સંસ્થા દ્વારા ૨૦૦ વિદ્યાર્થીઓને પારીતોષીક (કીટ) આપવામાં આવેલ. આ તકે વેદાંતાચાર્ય શાસ્ત્રી શ્રી નિર્મળજીવનદાસજીએ આસી.પોલીસ સબ ઈન્સ્પેકટર મનસુખભાઈ ચાવડાનું પુષ્પગુચ્છ- કીટ અર્પણ કરી જાહેર સન્માન કરેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ કૌશિક મહેતા (ભૂ- દેવ), દામજીભાઈ શીંગાળા, અતુલભાઈ પુરોહિત, બિનાબેન પંડ્યા, ગીતાબેન ઠુંમ્મર, રીતુ મહેતા અને કુ. નિરલ મહેતાએ જહેમત ઉઠાવેલ હતી.

(3:29 pm IST)