રાજકોટ
News of Tuesday, 12th February 2019

શહેરના પાંચ રાજમાર્ગો, વિવિધ વિસ્તારમાં પેવીંગ બ્લોક અને રસ્તા કામ, ગ્રીનલેન્ડ ચોકડીએ પેટ્રોલ પંપ માટે જમીન ભાડે આપવા સહિતની ૮૭ દરખાસ્તો મંજૂર

સ્ટેન્ડીંગ કમિટિમાં ૧૭૮ કરોડના વિકાસકામોને લીલીઝંડી

રાજકોટ તા. ૧૨ : શહેરમાં વિવિધ વિકાસ કામો હાથ ધરવા માટે આજે મળેલ સ્ટેન્ડીંગ કમિટિમાં ૧૭૮ કરોડના અને ૮૭ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.

હાઇમાસ્ટ લાઇટીંગ

શહેરના બેડી ચોક, કોઠારીયા રોડ (રોલેકસ સર્કલ), માલવિયા ચોક, બહુમાળી ભવન તથા મવડી ચોક (બાપા સીતારામ ચોક) સહિતના પાંચ વિસ્તારોમાં ૧૮.૮૯ લાખના ખર્ચે હાઇમાસ્ટ લાઇટીંગ કરવામાં આવશે.

૨.૩ કરોડના ખર્ચે પેવીંગ બ્લોક

કિશાનપરા ચોકથી હનુમાન મઢી સુધી, ભકિતધામ આશ્રમ, મહિકા મેઇન રોડ, પુષ્કરધામ મેઇન રોડ સહિતના વિસ્તારમાં ૨.૩ કરોડના ખર્ચે પેવીંગ બ્લોક નંખાશે.

વોર્ડ નં. ૪ તથા વેસ્ટ ઝોનના વિવિધ વિસ્તારોના રસ્તાઓ ડામરથી મઢાશે

વોર્ડ નં. ૪માં ટી.પી. સ્કીમ નં. ૧૨, ૧૩, ૧૫, ૩૧ના ટીપી રસ્તાનું તથા વેસ્ટ ઝોન હસ્તકના વોર્ડના ટીપી રસ્તાઓ તથા વોર્ડ નં. ૧૩માં લક્ષ્મીનગર મેઇન રોડ પર ઇશ્વરનગર આવાસ સુધી તથા આનંદ બંગલા ચોકથી મહાદેવ વાડી મેઇન રોડ સુધી કુલ ૭.૨૭ કરોડના ખર્ચે ડામરથી મઢાશે.

આ ઉપરાંત વોર્ડ નં. ૧૦ના કોમ્યુનિટી હોલમાં ૩.૨૩ કરોડના ખર્ચે એસી, એચટી પેલેનીંગનું કામ, શહેરના બગીચામાં બાળકો અને સિનીયર સિટીઝનો માટે સાધનો ખરીદવામાં આવશે.

(3:57 pm IST)