રાજકોટ
News of Tuesday, 12th February 2019

રવિન્દ્ર્રનાથ ટાગોર પ્રા. શાળાનું આધુનિક નવું બિલ્ડિંગ બનશેઃ ખાતમુહુર્ત

રાજકોટ : નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સંચાલિત સાધુવાસવાણી રોડ પાસે આવેલી રવીન્દ્રનાથ ટાગોર પ્રા.શા. નં. ૬૪બી શાળામાં વિદ્યાર્થીઓન  ેબેસવામાં મુશ્કેલી પડતી હોવાથી સર્વ શિક્ષા અભિયાન તથા ગુજરાત સરકારશ્રીની ગ્રાંન્ટમાંથી ૭૨ લાખના ખર્ભે બે માળમાં નવા ૮ રૂમ, ટોયલેટ બ્લોકની સુવિધાનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું. ૨૦ બાય ૨૦ યૂટના ૮ રૂમો નિર્માણ થશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બીનાબેન આચાર્ય ખાતમૂર્હૂર્ત ફાય. બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી ના હસ્તે કરાયેલ. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, શિક્ષણ સમીતી ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, ડે. મેયર અશ્વિનભાઇ મોલિયા, કોર્પોરેટર પુષ્કરભાઇ પટેલ, રૂપાબેન શીલુ, વોર્ડ પ્રમુખ જયસુખભાઇ કાથરોટિયા, મંત્રી વિક્રમભાઇ પુજારા, પ્રભારી વોર્ડ  નં.૯ ગીરીશભાઇ ભીમાણી, તથા શિક્ષણ સમીતી સદ્સ્યો મુકેશભાઇ મહેતા, જગદીશભાઇ ભોજાણી, કિરણબેન માકડિયા,અલ્કાબેન કામદાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમમાંસ્વાગત ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરે તથા આભારવિધી કિરણબેન માકડીયાએ કરી હતી. આ તકે લતા અગ્રણી, શાળા પરિવાર, વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિતરહીને શિક્ષણ સમિતિના શાળા વિકાસના કાર્યોની પ્રશંસા કરી હતી. (૩.૧૨)

 

(3:52 pm IST)