રાજકોટ
News of Tuesday, 12th February 2019

રાજદીપ સોસાયટીનો વિસ્તાર ૩ લાખના ખર્ચે પેવિંગ બ્લોકથી મઢાશેઃ કામનો પ્રારંભ

વોર્ડનં. ૧૧ના કોંગી કોર્પોરેટર વસંત માલવી, પારૂલબેન ડેર, પરેશભાઇ હરસોડા, ધનશ્યામસિંહ જાડેજાના પ્રયત્નો સફળ

રાજકોટ તા.૧૨: શહેરના વોર્ડ નં. ૧૧માં આવેલ રાજદિપ સોસાયટીના શેરીનં. ૨માં પેવિંગ બ્લોક કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંગે કોંગી કોર્પોરેટર વસંતબેનની યાદીમાં જણાવ્યા મુજબ વોર્ડ નં. ૧૧માં રાજદિપ સોસાયટી શેરીનં.ર માં કોર્પોરેટર વસંતબેન માલવીની ૨૦૧૮ની ગ્રાન્ટ માંથી રૂ. ૩ લાખના ખર્ચે પેવિંગ બ્લોકના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કોંગી કોર્પોરેટર ઘનશ્યામસિંહ, વસંતબેન માલવી, પારૂલબેન ડેર, પરેશ હરસોડા, વોર્ડ પ્રમુખ કેતનભાઇ તાળા, ધનાભાઇ, શૈલેષભાઇ, પ્રકાશભાઇ વેજપરા,મનસુખભાઇ, કિરણભાઇ ગોહેલ, હરીભાઇ, અનિલભાઇ જોશી, કિશોરભાઇ વાણીયા સહિતના વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહયા હતાં.

(3:39 pm IST)