રાજકોટ
News of Tuesday, 12th February 2019

ટ્રાફીક સમસ્યા હળવી કરવા ૨૦૦ ટ્રાફીક બ્રિગેડઝની ૧૬મીએ ભરતી મેળો

૧૮થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ સ્વયંસેવક તરીકે જોડાઈ શકશે

રાજકોટ, તા. ૧૨ :. શહેરમાં પ્રયોગાત્મક ધોરણે ટ્રાફીક બ્રિગેડની સ્થાપના કરવામાં આવેલ હતી. જેની સ્ટ્રેન્થ વધારવા ટ્રાફીક સમસ્યાને હળવી બનાવવામાં મહદઅંશે સફળ રહી છે. આ ટ્રાફીક બ્રિગેડનો વ્યાપ વધારવા અને સમસ્યા માટે પોલીસ સ્ટાફને મદદરૂપ બનવા ટ્રાફીક બ્રિગેડ અતિ ઉપયોગી સિદ્ધ થયેલ છે.

રાજકોટ ટ્રાફિક એજયુકેશન ટ્રસ્ટ દ્વારા આગામી તા. ૧૬-૨ના સવારે ૭.૦૦ વાગ્યે પોલીસ હેડ કવાર્ટર ખાતે ટ્રાફિક બ્રિગેડઝની પસંદગી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પસંદગી માટે ઉમેદવારની વય ૧૮ થી ૩૫ વર્ષ ૯ પાસ સ્ત્રી-પુરૂષ તેમજ ઉંચાઈ ૫ ફુટ કે ૬ ઈંચથી વધુ ઉંચાઈના સપ્રમાણ વજન ધરાવતા શારીરીક રીતે સક્ષમ, રાજકોટ શહેરના રહીશ તેમજ જેમના વિરૂદ્ધ કોઈ ગુન્હો નોંધાયેલ ન હોય તેવા ઉમેદવાર ભરતી પ્રક્રિયામાં સામેલ થઈ શકશે અને પસંદગીને પાત્ર કરાશે. આ અંગેના ફોર્મ તેમજ અન્ય વિગત માટે રાજકોટ શહેર ટ્રાફીક શાખા જામટાવર ખાતે સંપર્ક સાધવો તેમ એક અખબારી યાદી ટ્રસ્ટના ઉપપ્રમુખ જયેશ ઉપાધ્યાય તથા જેસીપી સિદ્ધાર્થ ખત્રી તથા એસીપી ઝાલા, ડી.એમ. વાઘેલા અને નિતીનભાઈ ભગદેવની યાદીમાં જણાવાયુ છે.

(3:37 pm IST)