રાજકોટ
News of Tuesday, 12th February 2019

કોર્પોરેશન રૂ.૪.૯૮ લાખ લેખે ૧૦૦ ટીપરવાન ખરીદાશે

કોંગીના ઘનશ્યામસિંહે જાહેર કરેલા ભાવમાં પૂરતા અભ્યાસનો અભાવઃ ઉદય કાનગડઃ ઘનશ્યામસિંહ કહે છે તંત્રએ એજન્ડામાં વિસ્તૃત માહીતી આપવી જોઇએ

રાજકોટ, તા., ૧૨: શહેરમાં ડોર ટુ ડોર કચરો એકત્રીત કરવા ૧૦૦ ટીપર વાન પ કરોડમાં ખરીદવા આજે મળેલ સ્ટેન્ડીંગ કમીટીએ મંજુરી આપી છે. આ અંગે કોંગીના સ્ટેન્ડીંગ સભ્યે આ દરખાસ્ત સામે વિરોધ ઉઠાવ્યો હતો. પરંતુ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન  ઉદય કાનગડે જણાવ્યું હતું કે કોંગી સભ્યોનો આ દરખાસ્તમાં અપુરતો અભ્યાસ કરવામાં આવ્યો છે.

થોડીવાર ચેરમેન અને કોંગી સભ્ય તથા અધિકારીની હાજરીમાં આ બાબતે તણખા ઝર્યા હતા.

આ અંગે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડ દ્વારા કોર્પોરેશન દ્વારા ૧૦૦ ટીપર વાનની ખરીદી કરવામાં આવનાર છે. તેમાં કદડાની શંકાને નકારવામાં આવી હતી. જે એજન્સી દ્વારા ટીપર વાન તંત્રને આપવામાં આવનાર છેે. હાઇડ્રોલીક મશીન, કચરાઓની પેટી તથા માઇકની સીસ્ટમ સાથેના ભાવ આપવામાં આવ્યા છે. આ કામ માટે પણ તંત્રને રૂ. ૧.૧૦ લાખ ઓછા કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે કોંગી સભ્યએ જે કોટેશન મેળવ્યું છે. તે માત્ર ગાડીના ભાવનું છે. આમ કોંગી સભ્યનો અભ્યાસ અપુરતો જોવા મળ્યો છે.

 

 

(3:36 pm IST)