રાજકોટ
News of Tuesday, 12th February 2019

આકાશવાણી ચોક કવાર્ટરમાં ગાઠીયાના કારીગરના ઘરમાંથી ૯૦ હજારની ચોરી

રાહુલ પટેલે ધંધામાં જે પહેલી બોણી થાય તે રકમ એકઠી કરી લોકરના પર્સમાં અને તમાકુના ડબ્બામાં મુકી'તીઃ જાણભેદૂની શંકા

રાજકોટ તા. ૧૨: આકાશવાણી ચોક ભગતસિંહ ગાર્ડન પાછળ ત્રણ માળીયા કવાર્ટર બ્લોક નં. ૪૩માં રહેતાં અને ઘર નજીક એફએસએલ કચેરી સામે આવેલી દ્વારકાધીશ હોટેલમાં ગાંઠીયા બનાવવાનું કામ કરતાં રાહુલભાઇ મનસુખભાઇ ડઢાણીયા (પટેલ) (ઉ.૩૬)ના ઘરમાંથી તા. ૧ થી ૫ સુધીના ગાળામાં કોઇ ઘરના કબાટના લોકરમાં રાખેલા પર્સ અને તમાકુના પતરાના ડબ્બામાં છુપાવેલા કુલ રૂ. ૯૦ હજાર ચોરી જતાં ફરિયાદ નોંધાવી છે.

રાહુલભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે ગાઠીયા બનાવવાનું કામ કોન્ટ્રાકટથી કરે છે અને દરરોજ જે પહેલી બોણી થાય એ રકમ અલગ રાખી ભેગી કરતાં હતાં. આ રીતે કુલ ૯૦ હજાર એકઠા કર્યા હતાં અને કબાટમાં તા. ૧ના રોજ લોકરના પર્સમાં તથા તમાકુના ડબ્બામાં છુપાવીને રાખ્યા હતાં. તા. ૫ના રોજ તેણીના પત્નિએ દિકરાના નામનું પોસ્ટમાં ખાતુ ખોલાવવું હોઇ લોકરમાંથી પૈસા લેવા જતાં પૈસા જોવા મળ્યા નહોતાં. યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એન. બી. ડોડીયા, એચ. જે. બરવાડીયા અને બ્રિજરાજસિંહ સહિતના સ્ટાફે  જાણભેદુની સંડોવણીની શંકાએ તપાસ શરૂ કરી છે.

(3:17 pm IST)