રાજકોટ
News of Tuesday, 12th February 2019

ટ્રાન્સપોર્ટનગરમાં અને લોધેશ્વર સોસાયટીમાં જુગાર રમતા ૯ ઝડપાયા

આજીડેમ પોલીસે સાત અને માલવીયાનગર પોલીસે બેને પકડી લીધા

રાજકોટ તા. ૧ર : માર્કેટ યાર્ડ પાસે ટ્રાન્સપોર્ટનગરમાં આજીડેમ પોલીસે સાત ભરવાડ અને માલવીયાનગર પોલીસે લોધેશ્વર સોસાયટીમાંથી બે શખ્સોને જુગાર રમતા પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર સિદ્ધાર્થ ખત્રીની સુચનાથી આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ કે.જી. સીસોદીયા, હેડ કોન્સ મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી, શૈલેષભાઇ નેચડા, કુલદીપસિંહ જાડેજા અને શૈલેષભાઇ ભિંસડીયા સહિત પેટ્રોલીંગમાં હતા.ત્યારે હેડ કોન્સ. કનકસિંહ તથા મહિપાલસિંહને મળેલી બાતમીના આધારે માર્કેટ યાર્ડ પાસે ટ્રાન્સપોર્ટનગરમાં દરોડો પાડી મેદાનમાં પાર્ક કરેલા બે ટ્રક વચ્ચેજાહેરમાં જુગાર રમતા નામચીન મહેશ સોમાભાઇ ગમારા (ઉ.૩૦) (રહે.સંતકબીર રોડ), ગોકુલનગર ત્રણમાળીયા કવાર્ટરના પ્રવિણ પુંજાભાઇ પરમાર (ઉ.૩૧) ઉકા સામતભાઇ ઝાપડા (ઉ.૩ર) મચ્છાનગરનો લાલો મપાભાઇ વડાતર (ઉ.રર) ભારત નગરનો જબા રામભાઇ સોંઢલા (ઉ.ર૪) દેવરાજ લીંબાભાઇ પરમાર (ઉ.ર૪) અને માર્કેટ યાર્ડ પાછળ રહેતો સાજન નારણભાઇ સાનીયા (ઉ.૩૦) ને પકડી લઇ રૂ.૩૩,૯૦૦ રોડક સહિતની મતા કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં માલવીયાનગર પોલીસ મથકના કોન્સ. ભાવેશભાઇ ગઢવી તથા હરપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઇ  એન.એન. ચુડાસમાં માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.એ.જાડેજા, હેડ કોન્સ. રોહીદભાઇ સમા, ભાવેશભાઇ, હરપાલસિંહ, મયુરસિંહ, કુલદેપસિંહ, ભાવિનભાઇ, જયદીપસિંહ અને દીલીપસિંહ સહિતે દરોડો પાડી લોધેશ્વર સોસાયટી શેરી નં.૪માં જાહેરમાં જુગાર રમતા લોધેશ્વર સોસાયટી શેરી નં.૩નો કાળુ છોટુભાઇ ભરદ્વાર (ઉ.૪૬) અને કમલેશ નાનજીભાઇ ઝરીયા (ઉ.૩ર) (રહે. લોધેશ્વર સોસાયટી શેરી નં.૭) ને પકડી લઇ રૂ.૧૦,૧૮૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:17 pm IST)