રાજકોટ
News of Tuesday, 12th February 2019

મવડી શિવપાર્કના સાઇકલના શો રૂમના સંચાલક મુકેશ પટેલનો ઝેર પી આપઘાત

રૂમમાં સુવા જવાનું કહીને ગયા બાદ બૂમ પાડી પત્નિને બોલાવી ઝેર પીધાનું કહેતાં હોસ્પિટલમાં ખસેડાયા પણ દમ તોડી દીધોઃ એક પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ  કારણ અંગે રહસ્ય

રાજકોટ તા.૧૨: મવડી પ્લોટના શિવ પાર્કમાં રહેતાં અને મવડી ચોકડી પાસે સાઇકલોન સાયકલ નામે શો રૂમ ધરાવતાં    મુકેશભાઇ મનસુખભાઇ હીરપરા (ઉ.૩૮) નામના લેઉવા પટેલ યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

મુકેશભાઇ હિરપરાએ ગઇકાલે બપોરે બે વાગ્યા આસપાસ ઘરે હતાં ત્યારે પોતે ઉપરના રૂમમાં સુવા માટે જાય છે તેમ કહીને રૂમમાં ગયા બાદ થોડીવાર પછી બૂમ પાડી પત્નિ સોનલબેનને બોલાવ્યા હતાં અને પોતે ઝેર પી ગયાનું કહેતાં તેમને તાકીદે સિનર્જી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન સાંજે દમ તોડી દીધો હતો.

તાલુકા પોલીસને જાણ થતાં હેડકોન્સ. હિતેષભાઇ જોગડા અને કોન્સ. જયદિપસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર યુવાને હાલમાં જ જેતપુરમાં સાઇકલનો બીજો શો રૂમ ચાલુ કર્યો હતો. તેનો એક શો રૂમ મવડી ચોકડી પાસે સાઇકલ સાઇકલ સ્ટોરના નામે છે. તેના ભાગીદારનું નામ અશ્વિનભાઇ કાછડીયા છે. આપઘાતનું ચોક્કસકારણ બહાર આવ્યું નથી. સંતાનમાં ચોૈદ વર્ષનો પુત્ર દક્ષ છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં કલ્પાંત સર્જાયો છે. (૧૪.૬)

(11:23 am IST)