રાજકોટ
News of Tuesday, 12th February 2019

ભુપગઢમાં મુકેશ ડાભી પર ધોકા-ધારીયાથી હુમલોઃ હાથ ભાંગી ગયો

વિપુલ રાઠોડ અને તેના ભાઇ દેડાએ હુમલો કર્યોની ફરિયાદ

રાજકોટ તા. ૧૨: સરધાર તાબેના ભૂપગઢમાં રહેતાં મુકેશ ઘેલાભાઇ ડાભી (ઉ.૩૮) નામના યુવાનને ગામના જ વિપુલ ડાયાભાઇ રાઠોડ તથા તેા ભાઇ દેડાએ મળી ઝઘડો કરી ધારીયા-ધોકાથી હુમલો કરી ડાબો હાથ ભાંગી નાંખતા ફરિયાદ થઇ છે.

મુકેશ ડાભીની ફરિયાદ પરથી આજીડેમના પીએસઆઇ જી.એન. વાઘેલા, કાળુભાઇ ગામેતી સહિતે વિપુલ અને તેના ભાઇ સામે ગુનો નોંધ્યો છે. મુકેશના કહેવા મુજબ તેના ભાઇ ઘરની બહાર ઉભા હતાં ત્યારે વિપુલ અને તેના ભાઇ દેડા સાથે આવ્યો હતો અને ઝઘડો કરી ગાળો બોલતાં હોઇ તેને સમજાવવા જતાં તેના પર ધોકા-ધારીયાથી હુમલો થયો હતો. જેમાં માથામાં ઇજા થવા ઉપરાંત ડાબો હાથ પણ ભાંગી ગયો હતો.

સામા પક્ષે વિપુલ રાઠોડ (ઉ.૩૦)એ પણ પોતાના પર મુકેશ ઘેલાભાઇ ડાભી તથા ઘનશ્યામ ઘેલાભાઇએ ગામના બસ સ્ટેશન પાસે તલવારથી હુમલો કરી ઇજા કર્યાની રાવ સાથે સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. (૧૪.૭)

(11:23 am IST)