News of Tuesday, 12th February 2019
આજે સતત બીજા દિવસે વીજ દરોડા : પ૧ ટીમો દ્વારા ધોંસ
રાજકોટ, તા. ૧ર : આજે સતત બીજા દિવસે વીજતંત્ર દ્વારા વીજચોરી-લંગરીયા-લોડ વધારા અંગે સવારથી ધોંસ બોલાવાઇ છે. કોર્પોરેટ ઓફીસની સૂચના બાદ એકઝી. ઇજનેર શ્રી રૂઘાણીના સુપરવિઝન હેઠળ પ૧ ટીમો પોલીસ-એકસ આર્મીમેન-વીડીયોગ્રાફરો સાથે ત્રણ સબ ડીવીઝનના ૯ ફીટરના વિસ્તારોમાં સવારથી ત્રાટકી છે. બેડીનાકા, માધાપર અને રૈયા રોડ સબ ડીવીઝનના વિસ્તારોમાં ટીમો દ્વારા સવારથી દરોડાનો દોર શરૂ કરાયો છે. ગઇકાલના ઓપરેશનમાં ભરશિયાળે ૧૧ લાખથી વધુની વીજ ચોરી પકડાઇ હતી. (૮.૯)
(11:22 am IST)