રાજકોટ
News of Tuesday, 12th February 2019

રાજકોટની કેન્સર હોસ્પિટલને સરકાર બે નવા મશીન આપશે

બન્ને મશીન કેન્સરની આધુનિક સારવારમા ઉપયોગીઃ નીતિન પટેલ

રાજકોટ, તા. ૧૧ :. રાજ્ય સરકારે ગુજરાતની ૪ કેન્સર હોસ્પિટલને કેન્સરની આધુનિક સારવાર માટે ઉપયોગી લીનીયર એસીલેટર અને સીટી સીમીલેટર તરીકે ઓળખાતા બે મશીન આપવાનું નક્કી કર્યુ છે. આરોગ્ય વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે આ અંગે જાહેરાત કરી છે.

સરકારે વિદેશી ટેકનોલોજી આધારિત આ બન્ને મશીનની ૨૩ કરોડની કિંમતનું ટેન્ડર કર્યુ છે. કેન્સરના નિદાન અને સારવારમાં ઝડપ અને ચોકસાઈ વધશે. આવતા બે ત્રણ મહિનામાં બન્ને મશીન રાજકોટ કેન્સર હોસ્પિટલને મળી જવાની ધારણા છે. રાજકોટ ઉપરાંત વડોદરા, જામનગર અને ભાવનગરની કેન્સર હોસ્પિટલને પણ બન્ને મશીન અપાશે.(૨-૨૦)

(3:41 pm IST)