રાજકોટ
News of Monday, 11th February 2019

પી.ડી. માલવિયા કોલેજ દ્વારા રંગપરમાં એન.એસ.એસ. શિબિર

રાજકોટઃ શ્રી પી.ડી.માલવિયા કોલેજ ઓફ કોમર્સ, રાજકોટ એન.એસ.એસ. યુનિટ -૧ ભાઇઓનો વાર્ષિક કેમ્પ રંગપર ગામ, તાલુકો પડધરી, જિલ્લો રાજકોટ મુકામે યોજાયો. જેમાં ૩૦ એનએસએસના વોલન્ટીઅર્સ ભાઇઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો. શિબિરાર્થીઓ માટે પટેલ સમાજની વાડીમાં રહેવા માટેની સગવડતા કરવામાં આવી. ગામના સરપંચ જયંતિભાઇ પટેલે મુલાકાત કરી કામગીરીની ચર્ચા-વિચારણા કરી અને ગામ પરિચય કરાવ્યો હતો. આજે અમો ગામ સફાઇ કરી હતી. ગામના સરપંચશ્રીએ એક ટ્રેકટર ફાળવેલ, તેમાં કચરો એકઠો કરી સુયોગ્ય સફાઇ કરી બોૈદ્ધિક તાસમાં પ્રોગ્રામ પર્યાવરણ જાળવણી અને તેના ઉપાયોની વિસ્તૃત સમજુતી આપી. ત્યારબાદ વિદ્યાર્થીઓ ગામ પરિચય માટે ગામની મુલાકાતે ગયા. શિબિરાર્થીઓ ગામ સફાઇ તથા ગામમાં આવેલ બસ સ્ટેન્ડ તેમજ તેની આજુબાજુની સફાઇ પણ કરાઇ હતી. બોૈદ્ધિક તાસમાં ડો. એ.કે. ચાવડાએ ગ્રામીણ અર્થવ્યવસ્થા અંગેની સમજુતી આપી અને ત્રીજા વર્ષના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ, યોગ, રમતો વિગેરે જેવી પ્રવૃતિ કરાવી તેમજ કલાસમાં સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી બાળકોનું મનોબળ વધારવા પ્રોત્સાહન આપ્યું હતું.  રાત્રે ડો. સરવૈયા દ્વારા લોકગીત, ભજનોનો ભવ્ય કાર્યક્રમ યોજાયેલો. શિબિર દરમિયાન સાકરીયા ફાર્મ પર કૃષિ પાકો અંગેની જાણકારી અને મુલાકાત લીધી. ત્યાં દાડમ, નાળીયેરી વગેરે જેવા બાગાયતી પાકો અંગે જાણકારી મેળવી હતી. રાત્રે પ્રવિણદાન ગઢવી દ્વારા લોકસાહિત્ય, લોકગીત, દુહા-છંદનો ભવ્ય મનોરંજન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. બોૈદ્ધિક તાસમાં રીટાયર્ડ ફોરેસ્ટ અધિકારી શ્રી બાલાએ તથા મુલાકાત લીધી અને પર્યાવરણ અંગેની વિસ્તૃત જાણકારી આપી. પર્યાવરણ અને ભારત સરકાર તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાહ પર્યાવરણ અંગેની જાગૃીત અંગે ચચા વિચારણા કરી હતી. ગામમાં ચકલાના ૧૨૫ માળા વિતરણ કર્યા હતાં. જંગલની વિડીમાં ભ્રમણ માટે ગયા હતા. તેમજ ત્યાંના પર્યાવરણથી માહિતગાર થયા હતાં અને સાંજે ગામમાં થતી જુદી-જુદી પ્રવૃતિઓ તેલની ઘાણી, અગરબત્તી બનાવવાનાં ગૃહઉદ્યોગની મુલાકાત લીધી. શિબિરના અંતિમ દિને અમારી કોલેજના ચેરમેન ઘનશ્યામભાઇ હેરભા તથા કોલેજના પ્રિન્સીપાલ ડો. કમલેશભાઇ જાની તથા સિનિયર અધ્યાપક મિત્રો ગામના સરપંચશ્રી, ગામના આગેવાન શ્રીઓની હાજરીમાં અમારી શિબિર સંપન્ન થઇ હતી. આ પ્રસંગે એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રા. અંબાવી કે. ચાવડાએ બધાંનો આભાર માનેલો.

(3:39 pm IST)