રાજકોટ
News of Monday, 11th February 2019

રાજકોટમાં આંતર રાષ્ટ્રીય વેપાર મેળાનું ઉદ્દઘાટન : કાલે દિગંત સોમપુરાનો સેમીનાર

રાજકોટ : સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આયોજીત આંતર રાષ્ટ્રીય વેપાર મેળાનું આજે વિદેશથી પધારેલ મહેમાનોની ઉપસ્થિતીમાં ઉદ્દઘાટન કરાયુ હતુ. ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના હસ્તે દીપપ્રાગટય કરી આ વેપાર ઉદ્યોગ મેળાને ખુલ્લો મુકાયેલ તે પ્રસંગે ડે.ડીરેકટર ફોરેઇન ટ્રેડના સુવિધ શાહ, ચંદ્રકાન્તભાઇ દફતરી, ડે. ડીરેકટર જનરલ ઓફ કંબોડીયાના તાન યુવારોથ, કંબોડીયાના વાણિજય વિભાગના વેડી ખોયુન, ટોગો દેશના અમઉસોૈ સેના સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે બપોરે આર્કીટેક, સ્ટ્રકચરલ એન્જીનીયર્સ, કોન્ટ્રાકટર્સ અને બિલ્ડર્સ માટે 'આફ્રિકામાં તકો' વિષય પર સેમીનાર યોજવામાં આવયો છે. કાલે તા. ૧૨ ના સવારે ૧૦ થી ૧૧ વિઝા પ્રોસેસ ઉપર યુ.કે.ના ડે. હાઇ કમિશ્નરના ભૂતપૂર્વ સલાહકાર અને વિષય નિષ્ણાંત દિગંત સોમપુરાનો સેમીનાર તેમજ કાલે બપોર બાદ ૩ થી ૬ ભારતમાં એન્ટરપ્રિન્યોરશીપ અને આફ્રિકામાં વિશેષ પ્રમાણમાં વુમન એન્ટરપ્રિન્યોરશીપ અંગે સેમીનાર યોજેલ છે. તા. ૧૩ ના સવારે ૧૦ થી ૧ આફ્રિકામાં બિઝનેશની તકો વિષય પર તેમજ બપોર બાદ ર થી ૬ યંગ એન્ટરપ્રિન્યોર, સ્ટાર્ટ અપ, ઇનોવેટર્સ મીટ રાખેલ છે. તા. ૧૪ ના સવારે ૧૦ થી ૧ આફ્રીકામાં ખેતી અને ખેત ઓજારોની નિકાશ અંગે સેમીનાર તેમજ બપોર બાદ ૩ થી ૬ વિદેશથી પધારેલ મહેમાનોનો સત્કાર સમારોહ રાખેલ છે. તા. ૧૫ ના બી ટુ બી મીટ સવારે ૧૦ થી સાંજે ૬ સુધી ગોઠવવામાં આવી છે. સમગ્ર ઔદ્યોગીક મેળાને સફળ બનાવવા ચેરમેન મહેશ નાડીયા, કમીટી મેમ્બર્સ રાજુભાઇ ગોંડલીયા, મહેશભાઇ મહેતા, વૈશાલીબેન ઢાંકણ, મનમોહનસિંઘ નંદા, જીતુભાઇ વડગામા, ડો. રિધ્ધિ પટેલ, ધનલ ગોહેલ, જીજ્ઞેશ સોઢા, વનરાજ બસીયા, કેતન વેકરીયા, પ્રશાંત સોલંકી, પ્રશાંત ગોહેલ, ભુપત વશરા, શશીકાન્તભાઇ જુનથી, દિનેશભાઇ વસાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (૧૬.૩)

(3:28 pm IST)