રાજકોટ
News of Monday, 11th February 2019

રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ સંપૂર્ણ પ્રજાલક્ષી

બજેટને આવકારતા શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, કોર્પોરેટર મુકેશભાઇ રાદડિયા, સજુબેન રબારી, દેવુબેન જાદવ

રાજકોટ તા.૧૧: વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં શહેરની સ્માર્ટ સિટી તરફની કૂચમાં શહેરના છેવાડાના વિસ્તારો પણ સાથે જ રહે એ બાબતની વિશેષ કાળજી રાખવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં રૂ. ૨૧૨૬.૧૦ કરોડનું બજેટ મંજુર કરેલ છે. આ બજેટમાં રાજકોટ શહેરમાં કુલ ૭(સાત) અન્ડરબ્રિજ અને ઓવરબ્રિજ મંજુર કરેલ છે. તેની સાથે અરવિંદભાઇ મણિયાર હોલ (જયુબેલી), વિનોદભાઇ શેઠ હોલ(કોઠારિયા રોડ)નું નવીનિકરણ તેમજ મહાત્મા ગાંધી મ્યુઝિયમ (આલ્ફ્રેડ હાઇસ્કૂલ)નું નવીનિકરણ મંજુર કરેલ છે. જે આવકારદાયક છે. વધુમાં નવા કરબોજોનો પ્રસ્તાવ સ્ટેન્ડીંગ કમિટીએ લોકહિતમાં ''નામંજુર'' કરેલ છે.

આ પ્રજાલક્ષી અને વિકાસલક્ષી બજેટની ભેટ રાજકોટવાસીઓને આપવા બદલ વોર્ડ નં. ૦૬ના કોર્પોરેટરશ્રી અને શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, કોર્પોરેટરશ્રી મુકેશભાઇ રાદડિયા, સજુબેન રબારી, દેવુબેન જાદવએ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઉદયભાઇ કાનગડ તેમજ સ્ટેન્ડીંગ કમિટીના તમામ સભ્યોને અભિનંદન સાથે આભાર માનેલ છે.

(3:26 pm IST)