શિક્ષણ સમીતી દ્વારા બાળ રમતોત્સવનો પ્રારંભઃ ૧પ૦૦ છાત્રો ઉત્સાહભેર જોડાયા
રાજકોટ તા. ૧૧ : નગર પ્રા.શિક્ષણ સમિતિ દ્વારા શાળાકક્ષાએ વિવિધ રમતોત્સવની સ્પર્ધા યોજીને તાલુકા લેવલે પ્રથમ ત્રણ વિજેતાની સ્પર્ધા યોજી આજે આવા ઝોન કક્ષાના વિજેતા બાળકો માટે ખોખો-કબડ્ડી-વિવિધ મીટરની દોડ, લીંબુ ચમચી જેવી વિવિધ ઇવેન્ટ યોજાય હતી જેમાં કુલ ૧પ૦૦ થી વધુ વિજેતા છાત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
રાજકોટ શહેરમાં આજે ત્રણ ઝોન વેસ્ટ-ઇસ્ટ ત્થા સેન્ટ્રલમાંં સવારથીજ આ સ્પોર્ટસ ઇવેન્ટ યોજાઇ હતી. જેમાં વિજેતા થનાર રાજકોટ શહેર કક્ષાના રમોતત્સવમાં ભાવ લેશે વિજેતાઓને રોકડ પુરસ્કાર મોમેન્ટો શિલ્ડ શિક્ષણ સમિતી દ્વારા અપાશે.
સમગ્ર આયોજન ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર વાઇસચેરમેન ભારતીબેન રાવલ તથા શિક્ષણ સમિતિના તમામ સદસ્યોશ્રીના માર્ગદર્શન તળે આયોજન થયેલ છે રમોત્સવ ઇન્ચાર્જ પ્રકાશ મંઢ ત્થા યુ.આર.સી. ત્રણેય ઝોનના શૈલેષ ભટ્ટ, દિપક સાગઠીયા, ચેતન ગોહેલ આયોજન સંભાળી રહ્યા છ.ે
આજે ખોખો, કબડ્ડી, દોડ, લીંબુ ચમચી જેવી વિવિધ રમતોની સ્પર્ધા યોજાય હતી. (૬.૨૫)