રાજકોટ
News of Monday, 11th February 2019

પંડીત દીનદયાળજીની વિચારધારા આજની યુવા પેઢીએ અનુસરવા જેવીઃ રાજુભાઈ ધ્રુવ

સુશાસનની વિચારધારાના પ્રણેતા અને ભાજપ જનસંઘના આરાધ્યપુરૂષ

રાજકોટ,તા.૧૧: મહાન રાષ્ટ્રવાદી ચિંતક, વિચારક, સંગઠક, શિક્ષણશાસ્ત્રી, રાજનીતિજ્ઞ વકતા, લેખક, પત્રકાર, સાહિત્યકાર અને ભારતીય સંસ્કૃતિના પ્રખર પુરસ્કર્તા એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનાં નિર્વાણ દિન નિમિત્તે રાજુભાઈ ધ્રુવે તેમને શબ્દાંજલિ પાઠવતા જણાવ્યું છે કે, ઈ.સ. ૧૯૧૬માં ઉત્તરપ્રદેશના એક નાનકડા ગામમાં જન્મેલાં ભારતીય જનસંઘની બૌધિક મૂડી સમાન નેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આજીવન ભારત માતા અને સરસ્વતી માતાને ખોળે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી ૧૧ ફેબ્રુઆરી ૧૯૬૮નાં રોજ રેલ્વે પ્રવાસ દરમિયાન મુગલયરાય પાસે શંકાસ્પદ રીતે  મૃત્યુ પામ્યાં હતાં. ગુરૂજીનાં આશીર્વાદ અને શ્યામાપ્રસાદ મુખર્જીનાં આચરણને અનુસરી પંડિત દીનદયાળે જનસંઘનાં મંત્રીપદેથી જનસંઘને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અપાવવામાં નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી. રાજકારણ અને પત્રકારત્વ સાથે સંકળાયેલા પંડિત દીનદયાળજીનું દેશ સમર્પિત પારદર્શક, ઈમાનદાર વ્યકિતત્વ અને દીવાદાંડી સમાન પથદર્શક વિચારધારા આજનની યુવા પેઢીએ અનુસરવા જેવી છે.રાષ્ટ્ર માટે સતત સેવારત રહેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજય ના વિકાસ અને સેવા માટે કાયમ કટિબદ્ઘ રહેતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પર પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના વિચારોએ ઊંડી અસર રહેલી છે. પંડિત દીનદયાળ ઉપધ્યાયજીએ સેવેલાં ભેદભાવ, શોષણ અને ભ્રષ્ટાચાર રહિત ભારતનાં સ્વપ્નને સાકાર કરવામાં કેન્દ્રમાં અને રાજયમાં ભાજપ સરકાર સફળતાનાં પથ પર અગ્રેસર છે. ભાજપ શાસિત રાજયોમાં દીનદયાળજીનાં સિદ્ઘાંત અને કાર્યોને અમલમાં મૂકી સામાજિક વિષમતા, અસમાનતા અને જાતિગત દૂષણો દૂર કરવામાં ભાજપ સરકાર સદાય અગ્રેસર રહી છે.દેશમાં એક સમય હતો જયારે કોંગ્રેસ સિવાય દેશની જનતા પાસે રાજકીય પાર્ટીનો કોઈ બીજો વિકલ્પ ન હતો. દેશની જનતા કોંગ્રેસનાં કુકર્મોથી ત્રાસી ગઈ હતી તેવા સમયે દીનદયાળજીએ સંગઠન આધારિત રાજનીતિક વિચારધારા પ્રસ્તુત કરી ભારત દેશને મહામૂલી ભેટ આપી હતી. તેમની સુરાજય અને સુશાસનયુકત વિચારધારાનાં પરિણામ સ્વરૂપ દેશને કોંગ્રેસનાં એકહથ્થુ જડતાવાદી ભ્રષ્ટ શાસનમાંથી મુકિત મળી ખરા અર્થમાં પ્રજાને સુશાન અને સુરાજયયુકત સ્વતંત્રતા મળી હતી. પંડિત દીનદયાળજી લોકાભિમુખ અને માનવતાવાદી લોકનાયક હતાં. ભારત દેશ તેમનો સદાય ઋણી રહેશે.

 સ્વદેશી અપનાવો, ગરીબી હટાવોની ક્રાંતિકારી વિચારધારાનાં જનક અને દેશ માટે આજીવન જાત ઘસી જાન આપનાર પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનાં જીવન સંદેશ, દેશહિત વિચારધારા તથા તેમની સાદગી અને સમર્પણભાવને જીવનમાં ઉતારવા એ જ તેઓને સાચી શ્રદ્ઘાંજલિ આપવા બરાબર છે એવું રાજુભાઈ ધ્રુવે (મો.૯૪૨૬૭ ૧૯૫૫૫) એ યાદીના અંતમાં જણાવ્યું હતું.(૩૦.૩)

(11:39 am IST)