રાજકોટ
News of Monday, 12th February 2018

અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં મેટલીંગ કામનો પ્રારંભઃ ખાતમુહૂર્ત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.૧કરોડના ખર્ચે વોર્ડ નં.૧૧માં આવેલ અંબિકા ટાઉનશીપ વિસ્તારના આંતરિક રસ્તાઓ પર મેટલીંગ કામ કરવાના કામનું ખાતમુહૂર્ત મેયર ડો. જૈમન ઉપાધ્યાય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, આરોગ્ય કમીટીના ચેરમેન મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.૧૩ના પ્રભારી રાજુભાઈ બોરીચા, વોર્ડ પ્રમુખ પ્રવીણભાઈ પાઘડારના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે વિસ્તારના અગ્રણી હિતેશભાઈ મુંગરા, જીજ્ઞેશભાઈ કોઠારી, દિગ્વિજયસિંહ ચાવડા, અરજણભાઈ આહીર, ધર્મેશભાઈ સોલંકી, ટાંક ચેતનભાઈ, દયાળજીભાઈ ગોહિલ, જીજ્ઞેશભાઈ શીલુ, કાનાભાઈ ભરવાડ, અલ્પેશભાઈ પટેલ, અઘેરા દેવેન્દ્રભાઈ, મયુરસિંહ જાડેજા, ડો.સુમિતભાઈ ત્રિવેદી, વિશાલભાઈ શીલુ, અમિતભાઈ પાઘડાર, જાનીભાઈ, ચંદુભાઈ ચાપણી, વિનુભાઈ કલોલા, લાલજીભાઈ પટેલ તેમજ વિસ્તારના રહેવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.

(4:01 pm IST)