નવાગામ દેવનગરમાં નયના દુમાદિયા સંચાલિત કૂટણખાનુ ચાલુ કર્યુ'તુઃ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટનો દરોડોઃ બે ગ્રાહક પણ ઝડપાયા
રાજકોટઃ કુવાડવા રોડ પર નવાગામ દેવનગરના ઢોળા પર વિલાયતી નળીયા વાળા મકાનમાં રહેતી નયના ઉર્ફ ગીતા રાજેશ દુમાદિયા (ઉ.૩૫) નામની મહિલાએ પોતાના ઘરમાં બહારથી સ્ત્રીઓ બોલાવી તેના મારફત વેશ્યાવૃતિ કરાવવાનું શરૂ કર્યુ હોવાની બાતમી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ તથા પેરોલ ફરલો સ્કવોડના બકુલભાઇ વાઘેલા, જયદવસિંહ પરમાર, મહમદઅઝહરૂદ્દીન બુખારી તથા સોનાબેન મુળીયાને મળતાં એસીપી જે. એચ. સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. અંસારી, એએઅસાઇ જે. પી. મહેતા, હેડકોન્સ. બકુલભાઇ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જયપાલસિહ, તોરલબેન જોષી, સોનાબેન, ચંદ્રકાંત ગોંડલીયા, મ.અઝહરૂદ્દીન સહિતે દરોડો પાડતાં નયના ઉર્ફ ગીતા અન્ય સ્ત્રોઓ મારફત કૂટણખાનુ ચલાવતી મળી આવી હતી. બે ગ્રાહકો સુનિલ જયંતિભાઇ ચારોલા (રહે. માધાપર સિંધવનગર-૨) તથા આશિષ ધીરૂભાઇ માલકીયા (રહે. માધાપર કોળીવાસ) મળી આવતાં તમામ સામે ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.