રાજકોટ
News of Saturday, 12th January 2019

રાધાકૃષ્ણ સોસાયટીમાં પુત્રના જુના મનદુઃખના કારણે પિતા નિર્મળભાઇ ડાંગરને ધમકી

પુત્ર સાથે થયેલા ઝઘડા બાબતે ઠપકો આપતા ભરત ડવ, રાજેશ લાવડીયા, અંકીત જડુ અને નિરવ ડવે ધમકી આપી

રાજકોટ તા. ૧૨ : જંગલેશ્વર મેઇન રોડ રાધાકૃષ્ણ સોસાયટીમાં જુના મનદુઃખના કારણે પુત્ર સાથે થયેલી માથાકુટ બાદ આહિર યુવાને ઠપકો આપતા ચાર શખ્સોએ આહિર યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ન્યુ કેદારનાથ શેરી નં. ૮માં રહેતા નિર્મળભાઇ દેસાભાઇ ડાંગર (ઉ.વ.૩૧)એ ભકિતનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે ગઇકાલે પત્ની અલ્કાબેન તથા બંને બાળકો અને માતા-પિતા તમામ મામાના દીકરા કાનાભાઇ જશાભાઇ ચાવડાના ઘરે રાધાકૃષ્ણનગર શેરી નં. ૧૪ ખાતે ગયા હતા. ઘરની બહાર રોડ ઉપર ઉભા હતા. તે વખતે જીજે૩કેએફ-૧૭૧૭ નંબરનું એકટીવામાં રાજેશ લાવડીયા, અંકિત જડુ તથા સ્પ્લેન્ડર મોટરસાયકલ પર ભરત ડવ અને નિરવ ડવ ચારેય શખ્સો આવ્યા અને મામાના દીકરાના ઘર પાસે ઉભા રહ્યા હતા અને 'કયાં ગયા બધા' તેમ ચારેય શખ્સો જોરજોરથી જેમ ફાવે તેમ ગાળો બોલી દેકારો બોલાવી કાચની બોટલોના ઘર કરવા લાગ્યા હતા અને ભરત તથા રાજેશે કહેલ કે 'તું તથા તારા છોકરા કે તારા મા-બાપ બહાર આવે એટલે મારી નાખવા છે.' તેવી ધમકી આપી હતી. દેકારો સાંભળીને લતાવાસીઓ પોતાના ઘરની બહાર આવતા ચારેય શખ્સો પોતાના વાહનો મુકી ભાગી ગયા હતા. આ બનાવમાં ગત તા. ૧૧/૧ના રોજ પુત્ર દેવને જુનુ મનદુઃખના કારણે ભરત ડવએ મારમાર્યો હતો. જેથી પોતે ગઇકાલે તેને ઠપકો આપેલ હોઇ, તે બાબતનો ખાર રાખી ભરત ડવ સહિતે ધમકી આપ્યાનું જણાવાયું છે. આ બનાવ અંગે ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. અજયભાઇ ચૌહાણે તપાસ આદરી છે.(૨૧.૨૧)

(4:03 pm IST)