રાજકોટ
News of Saturday, 12th January 2019

માલવીયાનગર અને થોરાળા પોલીસે બે દરોડામાં ૨.૭૮ લાખનો દારૂ જપ્ત કર્યો

સંક્રાંતિના તહેવાર અંતર્ગત દારૂના વધુને વધુ દરોડા પાડવા પોલીસ કમિશ્નર-જોઇન્ટ પોલીસ કમિશ્નરની સુચના અંતર્ગત કાર્યવાહીઃ એસ.ટી. વર્કશોપ પાછળ ભરત વાસુરના ઘરમાં અને ચુનારાવાડમાં અશ્વિન ઉર્ફ ભુરાની કેબીનમાં દરોડોઃ અજીત ચોૈહાણ રૈયા રોડ પરથી ૩ બાટલી સાથે પકડાયો

રાજકોટ તા. ૧૮: ઉતરાયણના તહવાર અંતર્ગત પ્રોહીબીશનની કામગીરી વધુ કડક બનાવવાની સુચના અંતર્ગત ઠેર-ઠેર દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં માલવીયાનગર પોલીસે એસ. ટી. વર્કશોપ પાછળ દરોડો પાડી ઘરના ફળીયામાંથી રૂ. ૨ લાખનો દારૂ તથા રિક્ષા કબ્જે કર્યા છે. જો કે આરોપી ભાગી ગયો હતો. જ્યારે થોરાળા પોલીસે ચુનારાવાડમાં આવેલી એક કેબીનમાંથી રૂ. ૬૨૪૦૦નો દારૂ જપ્ત કરાયો છે. આ દારૂ છુપાવનારનું નામ  મળી ગયું હોઇ શોધખોળ થઇ રહી છે. આમ બે દરોડામાં કુલ ૨,૭૮,૪૦૦નો દારૂ જપ્ત થયો હતો. તો યુનિવર્સિટી પોલીસે એક શખ્સને ૩ બોટલ સાથે પકડ્યો હતો.

ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી દક્ષિણની સુચના તથા માલવીયાનગરના પી.આઇ. પી.એન. ચુડાસમાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ વેલુભા ઝાલા, કોન્સ. મયુરસિંહ જાડેજા અને કુલદીપસિંહ જાડેજાને બાતમી મળતાં એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગર-૬/૧૦ના ખુણે આવેલા મકાનમાં દરોડો પાડવામાં આવતાં ફળીયામાંથી તથા પાર્ક કરાયેલી જીજે૩બીયુ-૧૪૪૧ નંબરની રિક્ષામાંથી રૂ. ૨,૧૬,૦૦૦નો ૫૭૬ બોટલ દારૂ મળ્યો હતો. તે તથા ૧ લાખની રિક્ષા પણ કબ્જ ેલેવાઇ હતી. આ મકાન નવા થોરાળા વિજયનગર-૯માં રહેતાં ભરત માધવજી વારસુર ઉર્ફ ભરત વાસુરએ ભાડે રાખ્યાનું તપાસમાં ખુલ્યું હતું. તે મળી આવ્યો નહોતો. પીએસઆઇ આર. એ. જાડેજા, હેડકોન્સ. રાહીદભાઇ સમા, કોન્સ. રામભાઇ વાંક, ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, જયદિપસિંહ જાડેજા, દિલીપસિંહ જાદવ અને ભાવીનભાઇ ગઢવી સહિતની ટીમે આ દરોડો પાડ્યો હતો.

થોરાળા પોલીસનો દરોડો

ડીસીપી રવિકુમાર સૈની તથા એસીપી પૂર્વની સુચના તથા પી.આઇ. એસ. એન. ગડ્ડુની રાહબરી હેઠળ પીએસઆઇ પી. ડી. જાદવ, એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, હેડકોન્સ. ભુપતભાઇ, મુકેશભાઇ, કોન્સ. વિજયભાઇ મેતા, રોહિતભાઇ કછોટ, કનુભાઇ ઘેડ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, આશિષ દવે સહિતે રોહિતભાઇ અને ધર્મેન્દ્રસિંહની બાતમી પરથી ચુનારાવાડ-૩માં રામજી મંદિર સામે આવેલી કેબીનમાંથી રૂ. ૬૨૪૦૦નો ૧૫૬ બોટલ દારૂ જપ્ત કર્યો હતો. આ દારૂ ચુનારાવાડના અશ્વિન ઉર્ફ ભુરો ધનજીભાઇ કોબીયાએ છુપાવ્યો હોવાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

યુનિવર્સિટી પોલીસની કામગીરી

જ્યારે યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. આર. વાય. રાવલની રાહબરી હેઠળ પીએસઆઇ રબારી, કોન્સ. હરદેવસિંહ, પુષ્પરાજસિંહ, દિપકભાઇ, મહિપાલસિંહ સહિતે રૈયાધાર વિસ્તારમાંથી એકસેસ નં. જીજે૩જેડી-૭૨૩૬માં ૩ બોટલ દારૂ રાખીને નીકળેલા અજીત જયરાજભાઇ ચોૈહાણ (ઉ.૩૫-રહે. મવડી ચોકડી સોમનાથ સોસાયટી-૨)ને વિક્રમ મારબલ પાસેથી પકડી લીધો હતો. આ શખ્સનું વાહન પણ કબ્જે લેવાયું હતું.

(3:56 pm IST)