રાજકોટ
News of Saturday, 12th January 2019

પૂ. ધીરગુરૂદેવના મંગલ સાંનિધ્યે

આદિનાથનગરીમાં ૩૫૧ વર્ષીતપના સમુહ કળશ પ્રત્યાખ્યાનથી ધર્મોલ્લાસ

રાજકોટઃ જૈનાચાર્ય પૂ.શ્રી જશાજી સ્વામી શતાબ્દી ઉપલક્ષે બીજા ચરણમાં ૩૫૧ વર્ષીતપ અને તપસ્વીરત્ના પૂ. પદ્માજી મ.સ.ની ૧૦૦મી આયંબીલના કળશ પ્રત્યાખ્યાન અમીન માર્ગ   મેઇન રોડ ખાતે સુશોભિત આદિનાથ નગરીમાં પૂ. શ્રી ધીરગુરૂદેવ તથા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહાસતીજી વૃંદની નિશ્રામાં સંપન્ન થયા ત્યારે જય આદિનાથ જય જય વર્ષીતપના જયનાદે આકાશ ગુંજી ઉઠયું હતુ. સમારોહના અધ્યક્ષ તરીકે જગદીશભાઇ મહેતા હતા.

જયારે માળ પહેરામણીનો લાભ દિપેનકુમાર જયંતભાઇ કામદાર પરિવાર અને કળશ પ્રતિજ્ઞાનો લાભ ડો.ચંદ્રાબેન અને મહેન્દ્રભાઇ વારીઆએ લીધેલ.

આ પ્રસંગે આર.જી.બાવીસી, સી.એમ.શેઠ, જે.એમ. પટેલ, હેમલ મહેતા, પ્રતાપ વોરા, પ્રફુલ જસાણી, રંજનાબેન કામદાર, રીનાબેન બેનાણી, જયશ્રીબેન શાહ વગેરે તેમજ દેશ-વિદેશના ભાવિકોની હાજરી હતી. સ્વાગત પ્રવચન ધીરૂભાઇ વોરાએ કરેલ. નેમ આર્ટસ દ્વારા જયોતિર્ધર પૂ. જશાજી સ્વામી નાટકની શાનદાર રજુઆતથી સહુ પ્રભાવીત બન્યા હતા.

(3:51 pm IST)