રાજકોટ
News of Saturday, 12th January 2019

રઘુવંશી પરિવાર મહિલા સમિતિ દ્વારા ફેશનશોઃ આજે રાત્રે હનુમાન ચાલીસાના પાઠ

રાજકોટઃ રઘુવંશીના નાત જમણની તૈયારી રૂપે રઘુવંશી પરિવાર મહિલા સમિતિ દ્વારા જાગનાથ મંદિર ચોક ખાતે રઘુવંશી મહિલા ફેશનશોનું આયોજન કરાયુ હતુ. જેમાં ૧૫ થી ૭૫ વર્ષીય મહિલાએ સ્પર્ધામાં ભાગ લીધેલ. તેઓને ઇનામથી પ્રોપ્સાહિત કરવામાં આવેલ જેમાં પ્રથમ વિજેતા ચન્દ્રીકાબેન કોટક, પૂનમબેન નાગ્રેચા, જાગૃતિબેન ખીમાણી અને દ્વિતીય વિજેતા નમ્રતાબેન કોટક, નેહાબેન હિન્ડોચા, ઉર્વશીબેન કારિયા અને તૃતીય વિજેતા રમાબેન ખખ્ખર, ભૂમિકાબેન કતિરા, રેખાબેન ખખ્ખર, હિનાબેન કોટક વિજેતા થયેલ હતા.  મહેમાન તરીકે રઘુવંશી મહિલા અગ્રણી વીણાબેન પાંધી, હંસાબેન ગણાત્રા, રીટાબેન તન્ના ઉપસ્થિત રહેલ મહિલાની અંદર રહેલ ટેલેન્ટ બહાર લાવવાના પ્રયાસને બિરદાવ્યો હતો. કાલે તા.૧૩ રવિવારે શિયાળુ પાક નમકીન મીઠાઇ હરીફાઇ. મહિલાઓ માટે મેચિંગ કાઉન્ટની તથા બાળકો માટે ટેલેન્ટશો તથા વકતૃત્વસ્પર્ધાનું આયોજન કરેલ છે સમગ્ર કાર્યકમોની તૈયારી રઘુવંશી પરિવાર મહિલા સમિતિના ચેરમેન મનીષાબેન ભગદેવ, રત્નાબેન સેજપાલ, તરૂલતાબેન ચંદારાણા વાઇસ ચેરમેન શીતલબેન બુદ્ધદેવ પ્રમુખ પ્રીતીબેન પાઉં ઉપપ્રમુખ શોભનાબેન બાટવીયા મંત્રી કિરણબેન કેશરીયા તથા કિર્તિબેન ગોટેચા, શીતલબેન નથવાણી, રીમાબેન મણીયાર, અમીબેન સેદાની, ઇલાબેન પંચમતીયા, હંસાબેન લાખાણી, સુનીતાબેન ભાયાણી, બીજલબેન ચંદારાણા, તૃપ્તિબેન નથવાણી, ડોલીબેન નથવાણી, હિરલબેન તન્નાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન પારૂલબેને સંભાળેલ. નિર્ણાયક તરીકે સ્મિતાબેન છગએ સેવા આપી હતી. આજે શનિવારે રાત્રે ૯ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરેલ છે દરેક રઘુવંશીને આ પાઠમાં પધારવા રઘુવંશી પરિવાર દ્વારા આમંત્રણ આપેલ છ.ે(૬.૨૧)

 

(3:50 pm IST)