રાજકોટ
News of Saturday, 12th January 2019

બલી ડાંગરને જુદા જુદા ગુનાઓ અંગે હદપાર કરવાના હુકમ સામે હાઇકોર્ટનો સ્ટે

રાજકોટ તા ૧૨ : રાજકોટમાં રહેતા બળદેવ  ઉર્ફે બલી વિરભાનુભાઇ ડાંગરને નાયબ પોલીસ કમીશ્નર ઝોન-૧ રાજકોટને ત્રણ ગુન્હા સબબ ડી.સી.બી. પોલીસ સ્ટેશન તથા લોધીકા પોલીસ સ્ટેશનના ગુન્હા સબબ હદપાર કરવાની નોટીશ આપેલ હતી, જે નોટીશ અનુસંધાને આરોપી વિરભાનુભાઇ ડાંગરને સાંભળ્યા વગર રાજકોટના નાયબ પોલીસકમીશ્નરશ્રીએ તા. ૩/૭/૧૬ ના રોજ હદપાર કરેલ હતો તયારબાદ સદરહુ  હુકમની બજવણી આરોપી જેલમાંથી છુટયા બાદ તા. ૧૭/૯/૧૮ ના રોજ કરવામાં આવેલ હતી. ત્યારબાદ  બળદેવ ઉર્ફે બલી એ ગ્રહસચિવ  સમક્ષ અપીલ  દાખલ કરેલ હતી, અને જે અપીલમાં ગૃહ સચિવશ્રીએ રાજકોટ પોલીસ દ્વારા હદપારીની નોટીસથીવધારેના તેના વિરૂધ્ધના ૧૯ ગુન્હાઓ બતાવવામાં આવેલ હતા, જેથી ગૃહસચિવે રાજકોટ પોલીસે ત્રણ ગુન્હા સબબ જ હદપાર કરેલ છે અને નોટીસમાં ન દર્શાવેલા વધારાના ૧૯ ગુન્હા દર્શાવ્યા વગર એક તરફી કાર્યવાહી કરી હુકમ કરેલ હોય રાજકોટ નાયબ પોલીસ કમીશ્નરશ્રીને ફરીથી  દિવસ-પ માં આરોપીને ફરીથી સાંભળી તેન ેબચાવની તક આપી હદપારી અંગે ફરીથી નિર્ણય લેવાનો હુકમ કરેલ હતો.

ઉપરોકત નાયબ પોલીસ કમીશ્નરશ્રી રાજકોટઝોન-૧ તથા ગૃહસચિવશ્રીના  હુકમ સામે બળદેવ ઉર્ફે બલીએ  ગુજરાત હાઇકોર્ટમાં સ્પે. ક્રિ. એપ્લીકેશન કરેલ હતી, જેમાં રજુઆત કરેલ હતી કે સદરહુ બંને હુકમ ગુરકાયદેસર અને ગેરબંધારણીય છે, ગુજરાત  પોલીસ અધિનીયમની કલમ-૫૬(ક) માં આરોપી વિરૂધ્ધના ગુન્હાઓ જોઇ શકાય નહીં આરોપીને સાંભળ્યા વગર એક તરફી કાર્યવાહી કરવામાં આવેલ છે અનેનોટીસના  હુકમ પછી આરોપી  બે વર્ષ સુધી જેલમાં  રહેલ હતો અને  તેઓના  છુટયા બાદ આ એકતરફી કાર્યવાહીની બજવણી કરવામાં આવેલ છે, આ હુકમો રાજકોટ પોલીસની   કિન્નાખોરી દ્વારા કરવામાં આવેલ છે, જયારે માણસ જેલમાં હોય ત્યાર ેઆમ નાગરીકોની સલામતી ન હોવાની વાત માની શકાય તેવી નથી અને તે અનુસંધાને વડી અદાલતો અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજુ રાખેલ હતા, તેવા  સંજોગોમાં નામદાર ગુજરાત હાઇકોર્ટે આરોપી બળદેવ ઉર્ફે બલી વિરભાનુભાઇ ડાંગર વિરૂધ્ધ રાજકોટ નાયબ પોલીસ કમીશ્નર અને ગુજરાત ગૃહ  સચિવના હુકમ મોૈકુફ  રાખવા મનાઇ હુકમ ફરમાવેલ છે, તથા  બળદેવ ઉર્ફે બલીને રાજકોટ શહેર તથા તમામ જગ્યાએે પ્રવેશકરવાની પરવાનગી પણ આપેલ છે.આ કામમાં અરોપી વતી ભગીરથસિંહ ડોડીયા, ગાયત્રીબા જાડેજા, કિરણ નકુમ, હેમાંશુ પારેખ, જયવિર બારૈયા  વિગેરે એડકવોકેટો રોકાયેલ હતા.

(3:44 pm IST)