રાજકોટ
News of Saturday, 12th January 2019

રાજકોટ જિલ્લામાં ચાઇનીઝ દોરી-તુક્કલનું વેચાણ કરતા વેપારીઓ ઉપર કલેકટરના દરોડાઃ લોધિકા-પડધરીમાં તપાસ...

સ્ટાફને સાથે રાખી ગ્રામ્ય પ્રાંત ડો. ઓમ પ્રકાશ દ્વારા કાર્યવાહીઃ તપાસ સતત ચાલુ

રાજકોટ તા.૧૨: રાજકોટ જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ ગઇકાલ સાંજથી જિલ્લામાં ચાઇનીઝ દોરી-તુક્કલ તથા એવા ધારદાર દોરા વેચતા વેપારીઓ ઉપર દરોડાનો દોર શરૂ કર્યો છે, કલેકટરે તમામ પ્રાંતને પોતાના તાલુકામાં દરોડા પાડી આવા વેપારીઓને ઝપટે લઇ સખ્ત કાર્યવાહી કરવા અને રીપોર્ટ કરવા સુચના આપી હતી.

આ પછી રાજકોટ ગ્રામ્ય પ્રાંત ડો. ઓમ પ્રકાશે સ્ટાફને સાથે રાખી લોધિકા-પડધરીની કુલ ૧૦ દુકાનોમાં ગઇ સાંજથી દરોડા પાડયા હતા, અને ચાઇનીઝ દોરી- તુક્કલ અંગે તપાસ હાથ ધરી હતી, આજે પણ સવારથી તપાલ ચાલુ છે, રીપોર્ટ હવે જાહેર કરાશે. આ દરોડાના દોરમાં બંન્ને મામલતદારો પણ સાથે રહયા હતા. અમુક સ્થળે મામલતદારો ગયા હોય તેમણે ગ્રામ્ય પ્રાંતને રીપોર્ટ કર્યાનું ઉમેરાયું છે.(૧.૪)

(11:49 am IST)