રાજકોટ
News of Friday, 11th January 2019

વિજય પ્લોટના વોંકળામાં ગંદકીના ગંજ

સઘન સફાઈ અને સીસી કામ કરવા કોંગી આગેવાન કેતન જરીયા દ્વારા મ્યુનિ. કમિશ્નરને રજૂઆત

રાજકોટ, તા. ૧૧ :. વોર્ડ નં. ૭માં આવેલ વોંકળાની સઘન સાફસફાઈ અને સીસી કામ કરવા વોર્ડ નં. ૭ કોંગ્રેસના પ્રમુખ કેતન જરીયાએ મ્યુનિ. કમિશ્નરને પત્ર પાઠવી રજૂઆત કરી છે.

આ અંગે તેઓએ પાઠવેલ પત્રમાં જણાવ્યુ હતુ કે, વોર્ડ નં. ૭માં આવેલ તમામ વોંકળામાં ગંદકી, કચરાના ગંજ, ઘાંસ ઉગી જવું અને વોંકળામાં લોકો-વિસ્તારવાસીઓ દ્વારા કચરો-કાટમાળ અને કારખાનાના કેમીકલવાળુ પાણી છોડવામાં આવે છે. આ તમામ વોંકળાઓમાં સઘન સફાઈ કરાવી અને સીસી કામ કરાવવા અને દીવાલ ઉપર પતરાની આડશ મારવા સહિતની સમસ્યા તાત્કાલીક યોગ્ય કરવા માંગ કરી છે.

(4:17 pm IST)