રાજકોટ
News of Friday, 11th January 2019

કોમોડીટીના વેપારી પાસેથી રૂ. ૬ લાખની રોકડ ઝડપાતા આઇટીની તપાસ

મુંબઇથી રાજકોટ આવતી ફલાઇટમાં

રાજકોટ, તા., ૧૧: મુંબઇથી રાજકોટ આવતી ફલાઇટમાં ગઇકાલે એક રાજકોટના વેપારી પાસેથી રૂ. ૬ લાખની રોકડ મળી છે.

રાજકોટ આવકવેરા વિભાગની ગુપ્તચર શાખાના અધિકારીઓની ઝપટે એરપોર્ટ ઉપર તપાસ દરમિયાન એક કોમોડીટીના વેપારી પકડાયા હતા. આવકવેરા વિભાગે રૂ. ૬ લાખ રોકડા મળી આવતા તેનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

(4:10 pm IST)