રાજકોટ
News of Friday, 11th January 2019

રાજકોટ ભાજપ દિલ્હીમાં: રાષ્ટ્રીય અધિવેશનમાં આગેવાનોની હાજરી

લોકસભાની ચૂંટણી પૂર્વે યોજાયેલ આ અધિવેશનમાં નરેન્દ્રભાઇ મોદી, અમિત શાહ માર્ગદર્શન આપશે

રાજકોટ, તા.૧૧: દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના નેતૃત્વમાં આગામી લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ૧૦૦થી વધુ નરેન્દ્રભાઇ મોદી તથા અમિતભાઇ શાહની સભાઓ યોજાનાર છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં એક કેસરીયો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તા.૧૧ તથા ૧૨ જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે રાષ્ટ્રીય અધિવેશન યોજવામાં આવેલ છે જેમાં રાજકોટ સહીત દેશભરમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેનાર છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણી માટે રણનીતિ ઘડી કાઢવામાં આવશે જેમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના ઉદઘાટન ભાષણ દ્વારા આ અધિવેશનનો પ્રારંભ થશે તેમજ સમાપન સત્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું માર્ગદર્શન પ્રદાન થશે. ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, ભાનુબેન બાબરીયા,  ડે.મેયર અશ્વીન મોલીયા સહીતના સાથે અપેક્ષીત શ્રેણીના આગેવાનો દિલ્હી ખાતે રવાના થયેલ છે.

(3:45 pm IST)