રાજકોટ
News of Friday, 11th January 2019

વોર્ડ નં.૩ના વિવિધ વિસ્તારના રસ્તા ડામરથી મઢાશેઃ કામનો પ્રારંભ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૦૩ પોપટપરા મેઈન રોડ પર પેવર કામ તથા દ્યનશ્યામ બંગ્લોઝની બાજુમાં મેટલીંગ કામનો શુભારંભ મેયર બિનાબેન આચાર્ય, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, કોર્પોરેટર ગાયત્રીબા વાદ્યેલા, દિલીપભાઈ આસવાણી, વોર્ડ નં.૦૩ના પ્રભારી દિનેશભાઈ કારિયા, પ્રમુખ હેમુભાઈ પરમાર, મહામંત્રી રાજુભાઈ દરિયાનાણી, તેમજ અગ્રણીશ્રી નરસિંહભાઈ કોરી, ગોવિંદભાઈ, દ્યનશ્યામસિંહ સોઢા, અશોકસિંહ વાદ્યેલા, શૈલેશભાઈ જેઠવા, જીવણભાઈ, હિતેશભાઈ રાવલ, જયદીપસિંહ ભાઈ, અમિતભાઈ, મહમદભાઈ, ડો.ખુદીરામ બોઝ ટાઉનશીપના પ્રમુખ પટેલભાઈ, ધનશ્યામ બંગ્લોઝના પ્રમુખ જયદીપસિંહ જાડેજા તેમજ સ્થાનિક રહેવાસીઓ સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રૂ.૬૦ લાખનાં ખર્ચે પોપટપરા મેઈન રોડનું પેવર કામ કરાશે. તેમજ ડો.ખુદીરામ બોઝ ટાઉનશીપ પાસે તેમજ ઘનશ્યામ બંગ્લોઝ પાસે રૂ.૪૮ લાખના ખર્ચે મેટલીંગ કામ શરૂ કરવામાં આવેલ.

(3:43 pm IST)