રાજકોટ
News of Friday, 11th January 2019

જો રોડ નહિ તો વોટ નહિઃ શકિત સોસાયટીમાં લોકોએ બેનરો લગાડયા

રાજકોટ : શહેરના કુવાડવા રોડ પર આવેલ શકિત સોસાયટી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રસ્તાઓની સમસ્યા હલ કરવા રજુઆત કરવા છતા હજુ પ્રશ્નનો ઉકેલ નહિ આવતા વિસ્તારવાસીઓ દ્વારા ઠેર-ઠેર બેનરો લગાડયા હતા. આ બેનરોમાં જો રોડ નહિ તો વોટ નહિ દર્શાવ્યું છે જે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:27 pm IST)