રાજકોટ
News of Friday, 11th January 2019

વજનનાં કાંટાઓના ચેકીંગ માટે રૂ. ૩૦ હજારની લાંચ લેતા તોલમાપ વિભાગના જુનિયર નિરીક્ષક મહેન્દ્રભાઇ પ્રજાપતિ ઝડપાયા : હિમાંશુ દોશીના સુપરવિઝનમાં રાજકોટ એેસીબીને વધુ એક સફળતા

રાજકોટઃ  કાનૂની માપ વિજ્ઞાન (તોલમાપ) ખાતા દ્વારા વજનના કાંટા તથા વે-બ્રીજ રીપેરીંગ કરવાનું કાર્ય કરતા એક ફરીયાદી પાસેથી આવા ચેકીંગ માટે  રૂ. ૩૦ હજારની લાચ માગ્યાના આરોપસરની ફરીયાદ રાજકોટ એસીબી વિભાગ સમક્ષ થતા ફરીયાદીની ફરીયાદના પગલે રાજકોટ એસીબીના મદદનીશ નિયામક હીમાંશુ દોશીના સુપરવિઝનમાં રાજકોટ શહેર તથા ગ્રામ્યની એસીબી ટીમે પીઆઇ સી.જે.સુરેજાના માર્ગદર્શનમાં છટકુ ગોઠવી  કોલેજવાડી શેરી નં.૩ ખાતે આવેલી દુકાને  લાચ લેવા આવેલ તોલમાપ વિભાગના જુનીયર નીરીક્ષક મહેન્દ્રભાઇ પ્રજાપતીને લાંચના છટકામા ઝડપી લીધાનું એસીબી સુત્રો જણાવે છે. આમ એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમા રાજકોટ એસીબીના હીમાંશુ દોશી દ્વારા મોટા માથાઓને ઝડપવાની ઝુંબેશમાં વધુ એક સફળતા મળી છે.

(8:40 pm IST)