રાજકોટ
News of Friday, 12th January 2018

પશુ પક્ષીઓ માટેનું હરતુ ફરતુ અન્નક્ષેત્ર કલરવ : દાન કરો તો તેનેય સંભાળજો

રાજકોટ, તા. ૧રઃ  સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દિકરાનું ઘર વૃદ્ધાશ્રમ જેમાં માવતરોની ઉત્તમ સેવા કરી રહી છે તે સાથોસાથ અમોલ જીવોની પણ ઉત્તમ કરી રહી છે. ર૦૧૦માં શહેરના જાણીતા દાતા અને બિલ્ડર રસીકભાઇ મહેતા પરિવાર તરફથી મળેલ આર્થિક દાનના સહયોગથી પશુ-પક્ષીઓ માટે હરતુ ફરતુ અન્નક્ષેત્રે જીવદયા રથ તૈયાર કરવામાં આવેલ છે.

જે રોજ સવારે ન્યારી ડેમ ખાતે ૭ થી ૮ અબોલ જીવોની સેવા કરી રહી છે. દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા ચાલતા આ અન્નક્ષેત્રમાં ૩૬પ દિવસ કુતરાને દૂધ અને રોટલી, કાબરને ગાંઠીયા, માછલીને લોટની ગોળી અને દાળીયા, કબૂતરોને પણ ખવરાવવામાં આવે છે. જેનો અંદાજિત પ્રતિદિનનો ખર્ચ રૂ. ૩પ૦૦ જેવો થાય છે.

મકર સંક્રાતિનો દાનનો પર્વ આવી રહ્યો છે. ત્યારે કલરવની સહાય કરવા અપીલ કરવામાં આવી છે. સંસ્થા આવક વેરા મુકિત પ્રમાણપત્ર ધરાવે છે. વૃદ્ધાશ્રમના હાલ પ૪ માવતરો પોતાની પાછોતરી જિંદગીની ટાઢક પામી રહ્યા છે. અહીં રહેતા માવતરો પાસેથી કોઇપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. માત્ર દાતાઓના દાનથી ચાલતી આ સંસ્થામાં પણ ઉદાર હાથે સખાવત કરવા નમ્ર અપીલ કરવામાં આવી છે.

સંસ્થાના કાર્યકરો સુનીલ વોરા -૯૮રપર  ૧૭૩ર૦, નલીન તન્ના-૯૮રપ૭ ૬પ૦પપ ઉપર સંપર્ક કરશો તો દાનની રકમ  રૂબરૂ પણ સ્વીકારવામાં આવશે. વધુ માહિતી માટે મુકેશ દોશી સંપર્ક સુત્ર -૯૮રપ૦ ૭૭૭રપ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.

(4:21 pm IST)