રાજકોટ
News of Friday, 12th January 2018

રાજકોટ એસ.ટી.ની એક ડઝન ટીમો દ્વારા સતત ચેકીંગ,

૯ મહિનામાં સીગારેટના ધુમાડા કાઢતા પ૬૬ ઝપટે

રાજકોટ તા.૧ર : રાજકોટ એસ.ટી. તંત્રે એપ્રિલથી ડિસેમ્બર માત્ર ૯ મહિનામાં નો સ્મોકીંગ ઝોન સંદર્ભે ધડાધડ કેસો કરી રૂ.૧૭ હજારથી વધુની રકમનો દંડ વસુલ્યો હતો.

 

ડીવીઝનલ નિયામક શ્રી જેઠવાની સુચના બાદ ૧ર ટીમોએ સતત ચેકીંગ ચાલુ રાખ્યુ હતુ. ડેપો-એસ.ટી. બસ અને કચેરીઓ ચેક કરાઇ હતી. જેમાં સૌથી વધુ કેસ ગત એપ્રિલમાં ર૬૯ તો બીજા નંબરે નવેમ્બરમાં ૧ર૮ કેસો નોîધાયા હતા. ૯ મહિનામાં કુલ પ૬૬ કેસો સામે ૧૭ હજારથી વધુ દંડ વસુલાયો હતો.

(2:06 pm IST)