રાજકોટ
News of Wednesday, 11th December 2019

રાજકોટની ભાગોળે સાત હનુમાન સામે સરકારી જમીન પાસે મોટી માથાકૂટ : ફટાકડી ખેચાયાની ચર્ચા :પોલીસ સુધી પહોંચે એ પહેલા મામલો ટાઢો પાડયો

રાજકોટની ભાગોળે કુવાડવા રોડ પર સાત હનુમાન સામેના ભાગે આવેલ સરકારી ખરાબાની જમીન મામલે કેટલાક લોકો વચ્ચે ચડભડ થયા બાદ મામલો ઉગ્ર બની ગયો હોવાની જાણકારોમાં ભારે ચર્ચા જાગી છે આ દરમિયાન મોટા માથામાં ગણતરી થાય છે તેવા એકાદ બે લોકોએ મામલો થાળે પાડી દીધાનું કહેવાય છે એવામાં ફટાકડા જેવા અવાજો થયાનું ચર્ચાઈ રહયું છે જોકે પોલીસ સુધી આ બાબતે કોઈપણ વાત પહોંચી નથી

 

 

(10:46 pm IST)