News of Wednesday, 11th December 2019
જિલ્લા પંચાયતની બે સમિતિઓની રચના માટે વિકાસ કમિશનરની છુટ
રાજકોટ, તા. ૧૧ : જિલ્લા પંચાયતની સિંચાઇ-સહકાર તથા મહિલા બાળ કલ્યાણ સમિતિની મુદ્દત લાંબા સમયથી પૂરી થઇ ગઇ છે. રાજકીય અને કાનૂની વિવાદના કારણે સામાન્ય સભા ન મળી શકતા સમિતિઓની રચના ખોરંભે પડી છે. વિકાસ કમિશનરે આ અંગે હકારાત્મક માર્ગદર્શન આપતા હવે સમિતિઓની રચના માટે ટુંક સમયમાં સામાન્ય સભા મળશ. ેતેમ પંચાયતના વર્તુળોએ જણાવ્યું હતું.
(3:56 pm IST)