રાજકોટ
News of Wednesday, 11th December 2019

થોરાળા મેઇન રોડ ઉપર નજીવી બાબતે યુવકની હત્યાના ગુનામાં આરોપીના આગોતરા જામીન રદ

આરોપી નાસતો ફરતો ન હોય આગોતરા અપાય નહીં : સમીરખીરા

રાજકોટ તા ૧૧  : શહેરના થોરાળા મેઇન રોડ પર શોૈચાલય પાસે નજીવી બાબતે થયેલ બોલાચાલીમાં યુવકની હત્યાના ગુનામાં આઠ માસથી પોલીસ ધરપકડની દહેશતથી આરોપીએ કરેલી આગોતરા જામીન અરજીને સેશન્સ અદાલતે નામંજુર કરી છે.

વધુ વિગત મુજબ શહેરના નવા થોરાળાના નવા રામનગરમાં રહેતા ઇમરાન ઉર્ફે ઇમુ જુશબ તાપાણી નામનો યુવક ગત તા.૫/૪/૧૯ ના રોજ થોરાળા મેઇન રોડ પર ઇંડાની લારીના સંચાલક મોૈજમ હનીફ સાથે બોલાચાલી થતા આરોપી મોૈજને તેના મિત્ર અલ્તાફ હનીફ થઇમને ફોનકરી બોલાવતા કાર લઇને ઘસી આવી પાઇપ વડે હુમલો કરતા, જેમાં ગંભીર રીતે ઘવાયેલા ઇમરાન ઉર્ફે ઇમુનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ બનાવમાં મૃતક ઇમરાન ઉર્ફે ઇમુના ભાઇ ફિરોજે અલ્તાફ હનીફ થઇમ અને મોૈજમ હનીફ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

પોલીસ ધરપકડની દહેશતથી અલ્તાફ થઇમે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં બંન્ને પક્ષોની  રજુઆત બાદ સરકાર પક્ષની દલીલમાં અલ્તાફ સામે ૨૪ પ્રકારના ગંભીર ગુના છે. બનાવના સમયથી આરોપી નાસતો ફરેછે. હથિયાર કબજે કરવાનું બાકી છે તેમજ સુપ્રિમ-હાઇકોર્ટના વિવિધ ચુકાદા રજુ કરેલા તે માન્ય રાખી અધિક સેશન્સ જજ કે.ડી.દવે અલ્તાફ થઇમની આગોતરા જામીન અરજી ના મંજુર કરતો હુકમ કર્યો છે.

સરકાર પક્ષે એ.પી.પી. સમીર ખીરા અને મુળ ફરીયાદીના એડવોકેટ સંજય પંડીત રોકાયેલ છે.

(3:51 pm IST)