રાજકોટ
News of Wednesday, 11th December 2019

રેલનગર બ્રિજ-સફાઇ-આવાસ સહીતના પ્રશ્નો બોર્ડમાં પુછતા ગાયત્રીબા વાઘેલા

રાજકોટ, તા., ૧૧: આગામી તા.૧૮ના રોજ મળનારા જનરલ બોર્ડમાં બન્ને પક્ષના કોર્પોરેટરોએ પ્રશ્નોના ઢગલા કર્યા છે ત્યારે વોર્ડ નં. ૩ ના કોર્પોરેટર અને પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા દ્વારા સફાઇ તંત્રને લગતા કેટલાક મહત્વના પ્રશ્ન પુછવામાં આવ્યા છે. આ અંગે ગાયત્રીબા વાઘેલાએ આગામી તા.૧૮ના મળનાર જનરલ બોર્ડમાં  સોલીડ વેસ્ટ વિભાગમાં કોન્ટ્રાકટ પધ્ધતીથી કામ કરતા કર્મચારીઓની હાજરી બાયોમેટ્રીક પધ્ધતીથી (મશીન દ્વારા) પુરવામાં આવે છે?  કે કેમ તેની વિગતો તે કામગીરીનાં ચુકવાતા બિલોમાં એસ.આઇ. તેમજ એસ.એસ. આઇ.ના રીપોર્ટ માંગવામાં આવે છે ખરા? તેની વિગત તેમની જવાબદારીઓ.

હાલના ચુકવવાના પેન્ડીંગ બીલો કેટલા સમયથી પેન્ડીંગ રાખેલ છે તેની કારણે સહીતની માહીતી રૈયાધાર આર.ટી.એસ. ગાર્બેજ સેન્ટર સંભાળતી કંપનીને અત્યાર સુધીમાં કરવામાં આવેલ પેનલ્ટી અને આ સેન્ટર કયારે-કયારે બંધ હતું અને કયાં કારણોસર બંધ હતું તેની સંપુર્ણ વિગતો રાત્ર સફાઇનાં સ્વીપર મશીનમાં અત્યાર સુધીમાં સંચાલન કરતી કઇ-કઇ કંપનીનાં મશીનોને કેટલું ડીઝલ આપવામાં આવ્યું તેની છેલ્લા છ માસની વિગતો તથા વોર્ડ નં. ૩માં આવેલ જુદી જુદી કેટેગરીના આવાસો પૈકી કુલ કેટલા આવાસો લાભાર્થીઓને સોંપવામાં બાકી છે. તેમજ હાલમાં બાકી રહેતા આવાસોમાં કોઇ લાભાર્થીને એલોટમેન્ટ કરાયું છે? તેવા લાભાર્થીઓની વિગતવાર માહીતી તેમજ બાકી રહેતા આવાસોનું એલોટમેન્ટ કયારે અને કઇ પધ્ધતીથી કરવામાં આવશે તેમજ વર્ડનં. ૩ માં આવેલ રેલનગર અંડરબ્રીજની સફાઇ (ઓપરેટીંગ મેન્ટેનન્સ) દરરોજ કરવામાં આવતું નથી તેની જવાબદારી અને રેલ્વે  સંબંધીત કોઇ જવાબદારી  હોય તો તે જવાબદારીની વિગતો તેમજ અંડરબ્રીજની બંન્ને બાજુમાં ભાગમાં રોડ અતિ બિસ્માર થઇ ગયેલ છે અને એક તરફ મોટા-મોટા કચરાના ઢગલા છે તે અંગેની કાર્યવાહી કયારે અને કોણ કરશે? રેલ્વે વિભાગ કે મહાનગર પાલીકા તેની વિગતો આપવા જણાવાયું છે.

(3:50 pm IST)