રાજકોટ
News of Wednesday, 11th December 2019

ઉચ્ચ શિક્ષિત બેરોજગારોનો રાફડોઃ ૫૨ જગ્યા માટે ૮૦૪ મુરતીયાઓ

મહિને સવાથી પોણા બે લાખના પગાર વાળી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસો. પ્રોફેસર, આસિ. પ્રોફેસરની ભરતી માટે સેંકડો ઉમેદવારો ઉત્સુક

રાજકોટ,તા.૧૧: સમગ્ર દેશમાં આજે બેરોજગારીનો પ્રશ્ન ખુબ મોટો છે.શિક્ષિત લોકોને પસંદગીની જોગ મલતી નથી ત્યારે ઉચ્ચ શિક્ષિત બેરોજગારોનો પણ રાફડો ફાટીયો હોય તેવું ચિત્ર બહાર આવ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિ. ગત માસમાં અખબારોમાં વિવિધ ભવનોમાં ખાલી પડેલી પ્રોફેશનલ, એસોસીએશન પ્રોફેશનલ, આસીસ્ટ પ્રોફેસરોની ૫૨ ખાલી જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા માટે જાહેરાત પ્રસિધ્ધ થયેલ હતી. નિધારિત સમયે પૂર્ણ થતા કુલ ૫૨ જગ્યા ઉપર ૮૦૪ ઉમેદવારોએ અરજી કરી છે.

જાણવા મળતી વિગત મુજબ પ્રોફેસરોને જગ્યા માટે કુલ ૫૩ અરજી ઓસોસિયેટ પ્રોફેસર માટે ૧૦૦  અરજી, આસીસ્ટ પ્રોફેસર માટે કુલ ૩૮૮ અને રીસર્ચ ઓફીસર માટે ૨૬૩ મળી કુલ ૮૦૪ અરજી આવી હતી.

સૌરાષ્ટ્ર યુનિ.ના બાયો સાયન્સ એન્યુકેશન, કેમેસ્ટ્રિ , હોમ સાયન્સ, ઇકોનિમીકસ, જર્નાલીઝમ, લો, હિન્દી, સાયકોલોજી, મેથ્થેમેટીકસ, સોશીયોલોજી, હોમ સાયન્સ, નેનો સાયન્સ સહિતના ભવનોમાં અંદાજે સવા લાખથી પોણા બે લાખ રૂપિયાના માત્ર પગાર સાથેની જગ્યા ઉપર ભરતી  થનાર છે.

અગાઉની ભરતીમાં લાયકાતની પ્રમાણ ઓછુ અને લાગવગ નું પ્રમાણ વધુ હોવાની ચર્ચા ચાલે છે.

હવે આવનારી ભરતી વગે વાવળા  થશે કે લાયકાતને પ્રાધાન્ય મળશે તો તો આવનારો સમય જ કહશે.

 

(3:41 pm IST)