રાજકોટ
News of Wednesday, 11th December 2019

ર૬ જાન્યુ. ઉજવણી : રાજકોટના ૩૦ થી વધુ સર્કલ : રપ થી વધુ બિલ્ડીંગ શણગારાશે : કુલ ૬૦૦ થી વધુ મહેમાનોની શકયતા...

રાજકોટ, તા. ૧૧ :  રાજકોટ કલેકટરની અધ્યક્ષતામાં ર૬ જાન્યુ.ની રાજયકક્ષાની ઉજવણી રાજકોટમાં થનાર હોય, ગઇકાલે ૧૬ કમીટીઓની બેઠક મળી હતી. જેમાં અનેક મહત્વના નિર્ણયો લેવાયા હતા.

મીટીંગમાં આર એન્ડ બી. દ્વારા પાર્કિગના સ્થળો અંગે જણાવાયું હતું. ભોજન આવાસ કમિટીએ પોલીસ પરેડ સ્ટાફ, કલાકારો માટે રહેવાની વ્યવસ્થા અંગે કલેકટરને રીપોર્ટ આપ્યો હતો. તો રપમીએ જે મેગા ઇવેન્ટ રાજકોટ થીમ આધારિત થવાની છે. તેના અધ્યક્ષ આર.એમ. ચૌધરીએ પણ જરૂરી વિગતો આપી હતી.

મંડપ-ઇલેકટ્રીક કામ માટે મહિનાના અંતમાં ટેન્ડર બહાર પાડવા... એટહોમ કાર્યક્રમ અંગે ગાંધીનગરથી ફાઇનલ થયે આમંત્રણ કાર્ડ તથા આવનારા પ૦૦ થી ૬૦૦ મહેમાનોની વ્યવસ્થા અંગે પણ સૂચનો થયા હતા, કલેકટરે મહાત્મા ગાંધી મ્યુઝીયમ કે જયાં રાજયપાલશ્રીનો એટહોમ કાર્યક્રમ થનાર છે. તેની ખાસ વીઝીટ લીધી હતી.

આ ઉપરાંત રાજકોટના ૩૦ થી વધુ સર્કલ, રપ થી વધુ સરકારી બિલ્ડીંગો રોશનીથી ઝળહળી ઉઠશે. તેવો નિર્ણય લેવાયો હતો.

(3:37 pm IST)